અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#week4
#cookpadgujarati
અથાણું બનાવ્યા બાદ વધેલા અચાર મસાલા માંથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. બટાકા, ડુંગળી, વટાણા માંથી બનાવેલા સ્ટફિંગ માં ચટપટો અચાર મસાલો ઉમેરી એક ટેસ્ટી સ્ટફિગ બનાવ્યું છે. આ સ્ટફિંગને બ્રેડ માં ભરી તેને ગ્રીલ કરી અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 6બ્રેડ સ્લાઈસ
  2. 3-4મીડિયમ સાઇઝના બાફેલા બટાકા
  3. 2મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી
  4. 1/4 કપલીલા વટાણા
  5. 2 Tbspતેલ
  6. 1 Tspજીરુ
  7. 1/2 Tspહિંગ
  8. 1 Tspઆદુ મરચાની પેસ્ટ
  9. 1 Tbspઅચાર મસાલો
  10. 1 Tspલાલ મરચું પાઉડર
  11. 1 Tspધાણાજીરૂ
  12. 1/4 Tspહળદર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને સમારેલી ડુંગળી સાતળવાના છે.

  2. 2

    ડુંગળી થોડી નરમ પડે એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ અને અચાર મસાલો ઉમેરવાનો છે.

  3. 3

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરુ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  4. 4

    હવે તેમાં બાફીને મેશ કરેલા બટાકા અને લીલા વટાણા ઉમેરવાના છે.

  5. 5

    બધુ બરાબર રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ ઓફ કરી સમારેલી કોથમીર ઉમેરવાની છે.

  6. 6

    બ્રેડ સ્લાઈસ લઈ તેમા આ સ્ટફિંગ ભરી તેને ગ્રીલ કરી લેવાનું છે.

  7. 7

    તો અહીંયા ગરમાગરમ અચારી મસાલા ગ્રીલ સેન્ડવીચ સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes