આલુ મટર ગ્રિલ્ડ સેન્ડવીચ (Aloo Matar Grilled Sandwich Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#AA2
#week2
#cookpadgujarati

સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ સામગ્રી થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટાકા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રિલ્લડ અને નોન ગ્રિલ્લડ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. આલૂ મટર સેન્ડવિચ એ એક લોકપ્રિય નાસ્તાની રેસીપી છે જે તમારા બાળકોને સરળતાથી આનંદિત કરી શકે છે. તમારા ભંડારમાં આ સેન્ડવીચ રેસીપી રાખવાથી ઘણો ફાયદો થશે, ખાસ કરીને જ્યારે તમારા બાળકની સાંજની ભૂખ પૂરી કરવાની વાત આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 🥪 સ્ટફિંગ ના ઘટકો :--
  2. 1/2 કપબાફેલા લીલા વટાણા
  3. 3 નંગમીડિયમ સાઇઝ બાફેલા બટાકા
  4. 1/2 tspસંચળ પાઉડર
  5. 1/2 tspમીઠું
  6. 2 tspઆદુ + લીલા મરચાં ની પેસ્ટ
  7. 2 tspઆમચૂર પાઉડર
  8. 1/2 tspલાલ મરચું પાઉડર
  9. ચપટીહળદર પાઉડર
  10. ચપટીહિંગ
  11. 1 tspખાંડ
  12. 3-4 tbspજીની સમારેલી લીલી કોથમીર ના પાન
  13. 1/2 tspગરમ મસાલો
  14. 🥪સેન્ડવીચ એસ્સેમ્બ્લ ના ઘટકો :--
  15. 10 નંગસેન્ડવીચ બ્રેડ
  16. બટર જરૂર મુજબ
  17. ટોમેટો કેચઅપ જરૂર મુજબ
  18. સ્પેશિયલ સેન્ડવીચ લીલી ચટણી જરૂર મુજબ
  19. ચીઝ સ્લાઈસ જરૂર મુજબ
  20. ચાટ મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા અને વટાણા ને બાફી લો. ત્યારબાદ બફેલા વટાણા ને એક બાઉલ માં ટ્રાન્સફર કરી તેમાં બાફેલા બટાકા ને મસળી ને ઉમેરો. ત્યાર બાદ આમાં સંચળ પાઉડર, મીઠું, આદુ લીલા મરચા ની પેસ્ટ, આમચૂર પાઉડર, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, હિંગ, ખાંડ, ગરમ મસાલો અને જીની સમારેલી લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે સેન્ડવીચ બ્રેડ ને ચોપર બોર્ડ પર ગોઠવી બધી બ્રેડ પર બટર લગાવી દો. હવે એક સાઈડ ની બ્રેડ પર ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરો અને બીજી બાજુ ની બ્રેડ પર લીલી ચટણી સ્પ્રેડ કરો. ત્યાર બાદ લીલી ચટણી વાડી બ્રેડ પર બનાવેલું સ્ટફિંગ બરાબર એકસરખું સ્પ્રેડ કરી લો.

  3. 3

    હવે આ બ્રેડ સ્લાઈસ ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી ઉપર ચીઝ સ્લાઈસ મૂકી ટોમેટો કેચઅપ લગાવેલી બ્રેડ મૂકી કવર કરી ઉપર બટર સ્પ્રેડ કરી દો.

  4. 4

    હવે પ્રી હિટ કરેલા ગ્રિલ્લડ મશીન માં આ સેન્ડવીચ મૂકી ઉપર બટર સ્પ્રેડ કરી ગ્રિલ કરી લો.

  5. 5

    હવે આપણી યમ્મી અને ટેસ્ટી આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ તૈયાર છે સર્વ કરવા માટે. આ સેન્ડવીચ ને લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes