પાત્રા (Patra Recipe in Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

#Fam

અમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊

પાત્રા (Patra Recipe in Gujarati)

#Fam

અમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ આશરે
૩ લોકો
  1. ૧૨ નંગ અળવી ના પાન (પાત્રા ના)
  2. ૧.૧/૪ કપ ચણાનો લોટ
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીગરમ મસાલો
  6. ૧.૧/૨ ચમચી ખાંડ
  7. ૧ નંગલીંબુનો રસ
  8. ચપટીહિંગ
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. મોટા ચમચી તેલ
  11. ૧ ચમચીતલ
  12. થી ૧૦ નંગ મીઠા લીમડાના પાન
  13. ૧ નાની ચમચીજીરૂ
  14. ૧/૨ ચમચીરાઈ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ આશરે
  1. 1

    સૌપ્રથમ અળવીના પાનની નસ કાઢી લેવી અને તેને બરાબર પાણીથી સાફ કરી કોરા કપડાથી લૂછી નાખવા.

  2. 2

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં બધા કોરા મસાલા, ખાંડ, લીંબુ નો રસ અને ૧/૨ ચમચી તેલ ઉમેરી, લગભગ અડધા કપ જેટલું પાણી નાખી એકદમ જાડુ બેટર તૈયાર કરી લો.

  3. 3

    હવે આ બેટરને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપો. ત્યારબાદ તેને અરવિંદ ના પાન પર એક બાજુ બરાબર પાથરીને લગાવી દો, હવે તેના પર બીજું પાન મૂકી તેમાં પણ સેવ ચણાના લોટનું મિશ્રણ લગાવી દો. રીતે ત્રણ પાન ને આગળ પાછળ મૂકી અને વચ્ચે ચણાના લોટનું બેટર લગાવી દેવું. હવે પાનને રોલવાળી તેલથી ગ્રીસ કરેલી ચારણીમાં રાખી દો. આ રીતે બધા પાન તૈયાર કરી રોલવાળી ચારણી બાફવા માટે મૂકી દો.

  4. 4

    પાંચથી દસ મિનિટ વરાળે બાફી લીધા પછી ગેસ બંધ કરી થોડા ઠંડા થાય એટલે તે રોલમાંથી ગોળ ગોળ કટકા કરી લો.

  5. 5

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં લીમડાના પાન, ચપટી હિંગ, તલ, રાઈ, જીરું નાખી થોડું તતળે એટલે તેમાં પાત્રા ઉમેરી બરાબર બધી બાજુથી શેલો ફ્રાય કરી લો.

  6. 6

    પાત્રા નો થોડો કલર બદલાતો જણાય એટલે ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી કોથમીર ભભરાવી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes