પાત્રા (Patra Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

Weekend shef
પાત્રા (અળવી ના)

શેર કરો

ઘટકો

40મિનિટ
2વ્યક્તિ
  1. 500 ગ્રામ- અળવી ના પાન
  2. 1 બાઉલ - ચણાનો લોટ
  3. 1 ચમચી- લાલમરચું
  4. 1/2 ચમચી- હળદર
  5. 1 ચમચી- ધાણાજીરું
  6. સ્વાદમુજબ- મીઠું
  7. 1 ચમચી- લીંબુ ના ફૂલ
  8. જરૂરપ્રમાણે - ગોળ નું પાણી
  9. વઘાર માટે
  10. 1 ચમચી- રાઈ
  11. 1 ચમચી- જીરું
  12. 2 ચમચી- તલ
  13. 1/4 ચમચી- હિંગ

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    અળવીના પાનને ધોઈ તેની નસો કાઢી અને સાફ કરી લો

  2. 2

    ચણાના લોટમાં લાલ મરચું હળદર ધાણાજીરુ મીઠું અને ગોળ નું પાણી અને લીંબુ ના ફૂલ નાખીને બરાબર મિક્સ કરી ખીરું બનાવી લો

  3. 3

    ચણાના લોટના ખીરામાં અળવી ના પાના ઉપર ચોપડી તેના પર બીજું પાન મૂકી પાનના વિટા વાળી લેવા

  4. 4

    ઢોકળીયામાં અળવીના પાનને 15 મિનિટ બાફવા મૂકવા

  5. 5

    બફાઈ જાય એટલે ઠંડા પડવા દેવા પછી તેના ટુકડા કરી લેવા

  6. 6

    એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને તલનો વઘાર કરી હિંગ નાખી કાપેલા ટૂકડાં નાંખી મિક્સ કરી લેવા

  7. 7

    ઉપરથી કોથમીર અને લીંબુનો રસ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes