ગાજરના પરોઠા (Carrot Paratha Recipe in Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૨ લોકો
  1. ૩ નંગછીણેલું ગાજર
  2. ૧ નંગજીની સમારેલી ડુંગળી
  3. ૧/૨ કપસમારેલી કોથમીર
  4. ૧ ચમચીસમારેલો ફુદીનો
  5. ૧ નંગસમારેલું મરચું
  6. ૨ ચમચીતેલ (વઘાર માટે)
  7. ૧/૨ ચમચીજીરૂ
  8. ચપટીહિંગ
  9. ૧/૪ ચમચીહળદર
  10. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૧/૨ ચમચીખાંડ
  14. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  15. તેલ (સેકવા માટે)
  16. લોટ બાંધવા માટે
  17. ૧.૧/૨ કપ ઘઉંનો લોટ
  18. ૧/૨ ચમચીમીઠું
  19. ૧ ચમચીમોણ માટે તેલ
  20. ૧/૨ ચમચીહળદર
  21. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  22. ૧ નંગપનીર ક્યૂબ (ગાર્નિશ માટે)

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સ્ટફિંગ બનાવવા માટે : પહેલા એક કડાઈ ગેસ પર મૂકી, તેમાં તેલ નાખી જીરૂ તેમજ હિંગ નાંખી ગરમ થવા દો.

  2. 2

    તેલ ગરમ થઇ જય એટલે તેમાં ડુંગળી નાખી સાંતળી લો. ૫૦% ડુંગળી થઇ જાય એટલે તેમાં સમારેલા મરચાં તેમજ ગાજર નાંખી દો. આ બધું ધીમા તાપ પર સાતળવું. ગાજરના પ્રમાણમાં ઘટાડો જણાય એટલે તેમાં કોથમીર તેમજ ફુદીનો નાખી ઉપરથી બધા કોરા મસાલા નાખી દો અને ઢાંકીને ૨ થી ૩ મિનિટ પકવો દો.

  3. 3

    મિશ્રણને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો.

  4. 4

    લોટ બાંધવા માટે : એક વાસણમાં લોટ લઈ, તેમાં બધા કોરા મસાલા નાખી રોટલી જેવો લોટ તૈયાર કરી લો.

  5. 5

    ૧૦ મિનિટ જેવું તેને રાખી મુકો. હવે તેમાંથી મુવા તૈયાર કરી થોડું વણી, વચ્ચે ગાજરનું સ્ટફિંગ ભરીને પોટલી વાળી, કોરા લોટ માં રગદોળી લઈને પરાઠા જેવું વણી લો.

  6. 6

    હવે તવા પર બંને બાજુ તેલ મૂકી સેકી લો.

  7. 7

    તૈયાર છે ગાજરના પરોઠા. ઉપરથી પનીર,કોથમીર તેમજ ગાજર નું છીણ મૂકી અથાણાં સાથે અથવા ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes