તુરીયા અને મગની દાળનું શાક (Ridge gourd & Moong Daal Subji Recip

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#week6
#Fam

તુરીયા, ગલકા અને દુધી જેવા શાક ની ખાસિયત એ છે કે તે સ્વાદમાં ઘણા ખરા ફિકા હોય છે..જેથી આ શાકભાજી ને કોઈપણ પ્રકારની સબ્જી માં ઉમેરી ને શાક બનાવો તો તે શાકની સાથે સ્વાદ ના ભળી જાય છે.
તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય. તૂરિયા ની સાથે મગ ની દાળ એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે...હું આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરતી નથી આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો. જો કે આ શાક એક સરળ શાક છે જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી. તે છતાં પણ આ શાક એકદમ ચટાકેદાર ને સ્વાદિસ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામતુરીયા
  2. 1/4 કપમગ ની મોગર દાળ
  3. 4-5 ટેબલ સ્પૂનતેલ
  4. 1.5 ટી સ્પૂનજીરું
  5. 1/2 ટી સ્પૂનહિંગ
  6. 8-10 નંગજીણું સમારેલું લસણ
  7. 1/2 ટી સ્પૂનહળદર પાવડર
  8. નમક સ્વાદ અનુસાર
  9. પાણી જરૂર મુજબ
  10. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાવડર
  11. 1 ટી સ્પૂનતીખું લાલ મરચું પાવડર
  12. 1 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  13. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  14. 👉 ગાર્નિશ માટે :-- લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ની મોગર દાળ ને ચોખ્ખા પાણીથી ધોઇ ને તેને બીજા ચોખ્ખા પાણી માં 1 કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તુરીયા ને ધોઈને એની છાલ ઉતારી તેના નાના નાના ટુકડા કરી પાણી માં રાખી મૂકો.

  2. 2

    હવે એક પેન મા તેલ ગરમ કરી એમાં જીરું ઉમેરી જીરું ફૂટે એટલે હિંગ ઉમેરી તેમાં જીણું સમારેલું લસણ ઉમેરી મિકસ કરી લસણ કકડે એટલે એમાં પાણી માં પલાળેલી મગ ની મોગર દાળ ઉમેરી તેમાં હળદર પાવડર, નમક અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે કૂક કરી લો.

  3. 3

    ત્યાર બાદ તુરીયા ના ટુકડા ઉમેરી મિક્સ કરી 5 થી 7 મિનિટ માટે મિડીયમ ગેસ ની આંચ પર ઢાંકણ ઢાંકી ને કૂક કરી લો. હવે આમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, તીખું લાલ મરચું પાવડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે તેલ છૂટું પડે અને ગલકા ચઢી જાય ત્યાં સુઘી કૂક કરી લો.

  4. 4

    હવે આપણી એકદમ ચટાકેદાર ને સ્વાદિસ્ટ એવી તુરીયા અને મગની દાળનું શાક તૈયાર છે સર્વ કરવા માટે..ઉપર લીલી કોથમીર ના પાન ઉમેરી ગાર્નિશ કરો. આ શાક ને બાજરી જુવાર ના રોટલા, રોટલી, પરાઠા અને ભાખરી સાથે સર્વ કરી શકાય છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes