શાહી ભરેલા પરવળની સબ્જી (Shahi Stuffed Parval Sabji Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#week2

બધા ઘરે પરવળ નું શાક બનાવતા જ હશો. પણ દર વખતે એક જ જેવું પરવળ નું શાક ખાઈ ને કંટાળી જવાય. કોઈક વાર નવી રીતે પણ પરવળ નું શાક બનાવવું જોઈએ. એટલે હું અહીંયા ભરેલા પરવળ નું શાક ની રેસીપી બતાવી રહી છું. ભરેલા પરવળ નું શાક ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને તો ખબર પણ નહિ પડે કે આ પરવળ નું શાક છે. અને જે લોકો ને પરવળ નું શાક નથી ભાવતું તે લોકો પણ આંગળા ચાંટી ને ખાતા રહી જશે આ ભરેલા પરવળ નું શાક.
આરોગ્ય માટે તો આ પરવળ વરદાન છે. પરવળમાં રહેલા એંટીઓકસિડન્ટ, કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન એ, બી1, બી2 અને સી ઈમ્યુનિટી વધારવાની સાથે આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.  એટલુ જ નહી, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે.પરવળનું શાક મોટાભાગના લોકોને ભાવતુ નથી હોતુ. આ રીતે બનાવશો તો તમને પરવળ નુ શાક ખૂબ જ ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
5 વ્યક્તિ
  1. 🎯 મસાલા ના ઘટકો :--
  2. 1/4 કપશીંગદાણા
  3. 10-15 નંગકાજુ ના ટુકડા
  4. 1/4 કપસફેદ તલ
  5. 1 ટેબલ સ્પૂનજીરું
  6. 1 ટેબલ સ્પૂનસૂકા આખા ધાણા
  7. 3 નંગઆખા સૂકા લાલ મરચા
  8. 3 નંગઆખી ઈલાયચી
  9. 10 નંગલવિંગ
  10. 3 નંગતજ ના ટુકડા (1 ઇંચ નો એક ટુકડો)
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  13. 1 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  14. 1/2 ટી સ્પૂનહિંગ
  15. 4 ટેબલ સ્પૂનતેલ
  16. 🎯 અન્ય સામગ્રી :--
  17. 500 ગ્રામપરવળ
  18. તેલ જરૂર મુજબ
  19. 1 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  20. 1 કપગરમ પાણી
  21. 1 ટેબલ સ્પૂનખાંડ
  22. 1 નંગલીંબુ નો રસ
  23. 2 ટેબલ સ્પૂનલીલી કોથમીર ના પાન
  24. 👉 ગાર્નિશ માટે :-- લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પરવળ ને ધોઈ ને સાફ કરી તેના બંને બાજુ છેડા થી થોડો ભાગ કટ કરી વચ્ચેથી એક કટ લગાવી દો. (તમે ઇચ્છો તો પરવળ ની છાલ કાઢી સકો છો મેં છાલ સાથે જ પરવળ ને કટ લગાવ્યા છે)

  2. 2

    હવે આપણે આ પરવળ માં ભરવા માટેનો શાહી મસાલો બનાવીશું. એની માટે એક પેન માં શીંગદાણા, કાજુ, સફેદ તલ, આખું જીરું, સૂકા આખા ધાણા આખા સૂકા લાલ મરચા, ઈલાયચી, લવિંગ અને તજ ના ટુકડા ઉમેરી મસાલો 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો. ને આ મસાલો ઠંડો કરી એને મિક્સર મા બારીક પાઉડર ફોમ માં પીસી લો.

  3. 3

    ત્યારબાદ આ મસાલા ને પ્લેટ મા કાઢી તેમાં મીઠું, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, હિંગ અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે આ મસાલો પરવળ માં ભરી લો. ને આ પરવળ ને પેન માં ગોઠવી ઉપરથી તેલ ઉમેરી 1 મિનિટ માટે હાઈ આંચ પર કૂક કરી લો જેથી તેલ ગરમ થઇ જાય. ત્યાર બાદ તરત જ ધીમા ગેસ ની આંચ પર ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે કૂક કરી લો.

  5. 5

    ત્યાર બાદ આમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરી પેન ને રોટેટ કરી મિક્સ કરી લો. ને જે એક્સ્ટ્રા મસાલો વધેલો છે તે સબ્જી પર ઉમેરી પેન ને રોટેટ કરી મિક્સ કરી ઉપર ઢાંકણ પર પાણી ઉમેરી ગેસ ની ધીમી આંચ પર 10 મિનિટ માટે વરાળ માં કૂક કરી લો.

  6. 6

    હવે જે ગરમ પાણી પેન ઉપર હતું તે પાણી સબ્જી માં ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકણ ઢાંકી કૂક કરી લો. તેલ છૂટું પડી ગયા પછી આમાં ખાંડ, લીંબુ નો રસ અને લીલી કોથમીર ના પાન ઉમેરી મિક્સ કરી ગેસ ની આંચ બંધ કરી લો.

  7. 7

    હવે આપણું એકદમ મસાલેદાર અને સ્વાદિસ્ટ એવું શાહી ભરેલા પરવળ નું શાક તૈયાર છે સર્વ કરવા માટે. ઉપરથી લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો. આ સબ્જી ને રોટી કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes