મગ દાળની સાદી ખીચડી (Moong Dal Sadi Khichdi Recipe In Gujarati)

આપણા સૌના ઘરમાં અવારનવાર ખીચડી તો બનતી જ હોય છે. તેમાં ફરક એટલો હોય કે ક્યારેક મગની દાળની ખીચડી હોય, ક્યારેક એકદમ સાદી ખીચડી હોય, ક્યારેક વઘારેલી ખીચડી હોય. મગની દાળની સાદી ખિચડી એક ખૂબ જ સરળ વાનગી છે જે ચોખા અને મગની દાળને સાથે પ્રેશર કૂકરમાં પકાવીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા માટે બહુ વધારે સામગ્રીની જરૂર નથી, માત્ર ચોખા, મગની દાળ, હળદર અને મીઠું જ જોઈએ. પરંતુ મેં અહીંયા આ ખીચડી ને થોડી વઘાર કરીને બનાવી છે...જેથી કરીને એના સ્વાદમાં અનેક ઘણો વધારો થઈ જાય. આ ખિચડી નાના બાળકો, બીમાર લોકો અને મોટી ઉંમરવાળા લોકોના જમવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે કારણકે તેનું પાચન સરળતાથી થઈ જાય છે. જો ક્યારેય પણ તમને કઇંક હલ્કું ફૂલ્કું ખાવાનું મન હોય તો આ ખિચડી ખાઈ શકાય છે.
મગ દાળની સાદી ખીચડી (Moong Dal Sadi Khichdi Recipe In Gujarati)
આપણા સૌના ઘરમાં અવારનવાર ખીચડી તો બનતી જ હોય છે. તેમાં ફરક એટલો હોય કે ક્યારેક મગની દાળની ખીચડી હોય, ક્યારેક એકદમ સાદી ખીચડી હોય, ક્યારેક વઘારેલી ખીચડી હોય. મગની દાળની સાદી ખિચડી એક ખૂબ જ સરળ વાનગી છે જે ચોખા અને મગની દાળને સાથે પ્રેશર કૂકરમાં પકાવીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા માટે બહુ વધારે સામગ્રીની જરૂર નથી, માત્ર ચોખા, મગની દાળ, હળદર અને મીઠું જ જોઈએ. પરંતુ મેં અહીંયા આ ખીચડી ને થોડી વઘાર કરીને બનાવી છે...જેથી કરીને એના સ્વાદમાં અનેક ઘણો વધારો થઈ જાય. આ ખિચડી નાના બાળકો, બીમાર લોકો અને મોટી ઉંમરવાળા લોકોના જમવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે કારણકે તેનું પાચન સરળતાથી થઈ જાય છે. જો ક્યારેય પણ તમને કઇંક હલ્કું ફૂલ્કું ખાવાનું મન હોય તો આ ખિચડી ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને મગ ની ફોતરા વાળી દાળ ને સાફ કરી તેને મિક્સ કરી 3 થી 4 વાર પાણીથી સાફ કરી લો. ત્યાર બાદ આમાં ચોખ્ખું પાણી ઉમેરી દાળ અને ચોખા ને 30 મિનિટ માટે પલાળી રાખો.
- 2
હવે પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરી, જીરું કકડે એટલે એમાં મીઠા લીમડાના પાન, જીણું સમારેલું લીલું મરચું, આદુંની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી સાંતળી લો.
- 3
હવે આમાં હળદર પાઉડર અને પલાળેલા ચોખા અને દાળ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે આમાં સ્વાદ અનુસાર મીઠું, લીલી કોથમીર ના પાન અને લવિંગ ઉમેરી બરાબર મિક્સ કરી કૂકર નું ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ આંચ પર 3 થી 4 વ્હિસ્ટલ વગાડી ખીચડી કૂક કરી લો. ત્યારબાદ આ કૂકર માં જ ખીચડી ને 5 થી 10 મિનિટ માટે સિજાવા દહીં ગરમાં ગરમ ખીચડી સર્વ કરો.
- 5
હવે આપણી એકદમ હેલ્થી અને પૌષ્ટિક એવી મગ દાળની સાદી ખીચડી તૈયાર છે સર્વ કરવા માટે. આ ખીચડી ને લીલી કોથમીર ના પાન ઉમેરી પાપડ અને મસાલા છાસ સાથે સર્વ કરો.
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાદી ખીચડી (Sadi khichdi recipe in Gujarati)
#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ગુજરાતી લોકોના ઘરમાં સાદી ખીચડી ખુબ જ પ્રચલિત વાનગી છે. સાવ નાના બાળકથી માંડીને મોટી ઉંમરની દરેક વ્યક્તિ માટે આ ખુબ જ હેલ્ધી વાનગી પણ છે. ફોતરાવાળી લીલી મગની દાળ કે પીળી મગની દાળ સાથે ખીચડીયા ચોખા ઉમેરી આ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીચડી બનાવવામાં આવે છે. કઢી, શાક, પાપડ, છાશ, અથાણું કે દહીં વગેરે સાથે આ ખીચડી ને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ગુજરાતીના ઘરમાં ગરમ ગરમ ખીચડીમાં ભારોભાર ઘી નાખીને ગરમાગરમ ખીચડી સર્વ કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો ઠંડી ખીચડી પણ પસંદ કરતા હોય છે. Asmita Rupani -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#KRC#cookpadindia#cookpadgujarati#dinnerરોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. Keshma Raichura -
ફોતરાવાળી મગદાળ ખિચડી (Fotravali Moong Dal Khichdi Recipe In Gujarati)
#DRC#ખિચડીખિચડી એવી રસોઇ છે કે દરેક ગુજરાતી ના ઘરમાં હંમેશા બનતી હોય છે. મેં આજે ફોતરા વાળી મગની દાળની ખીચડી બનાવી છે. Jyoti Shah -
#સાદી મગ દાળ ની ખીચડી #
વિવિધ પ્રકારની ખિચડી બનાવતા હોય છે ઘણી વાર સાદી ખિચડી પણ ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષણક્ષમ હોય છે તો ચાલો બનાવી એ ખિચડી#ખીચડી Yasmeeta Jani -
ફોતરા વાળી મગની દાળની ખીચડી (Green Moong Dal Khichdi recipe in Gujarati)
#GA4#Week7ખીચડી બધાં જ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે. ખીચડી બનાવવાની બધાની રીત અલગ હોય છે, અને બધા જુદી જુદી દાળ નો ચોખા જોડે ઉપયોગ કરી ને ખીચડી બનાવતાં હોય છે.અમારી ઘરે બધાંને ફોતરાવાળી મગની દાળની ખીચડી બધા ને ખુબ જ ભાવે છે. એકદમ ટેસ્ટી અને પૌસ્ટીક પણ ખરી. ચોખા અને ફોતરાવળી લીલા મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને તમે કાંદા-લસણ વાળી પણ બનાવી સરો છો. મેં અહીં સાદી ખીચડી બનાવી છે. ખીચડી ને ગરમા ગરમ કઢી, રીંગણ-બટાકાનું રસીવાળું શાક, અથાણું, વઘારેલી છાસ અને પાપડ જોડે ખાવાની એક અલગ જ મઝા છે.#Khichdi#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSRજ્યારે પણ બીમાર હોઈએ કે પછી કંઈક સાદું ખાવાનું મન કરે ત્યારે એકદમ શ્રેષ્ઠ વિકલ્પ છે સાદી ખીચડી. Maitri Upadhyay Tiwari -
કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)
#KRC#JSR કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે. Bina Mithani -
પાલક ખીચડી (Palak khichdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક પણ ઉમેરી છે. જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#જુલાઈ રેસીપી મગ ની લીલી કે પીળી દાળ ની ખીચડી એ એક સરળ રેસીપી છે....દાળ અને ચોખા એમ બે ઘટક ધાન્ય અને હળદર અને મીઠું એમ ફકત બે જ મસાલા નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.□જો કયારેક તમને હળવું જમવાનું મન થાય ત્યારે તમે આ સાદી ખીચડી બનાવી ફકત દહીં સાથે કે ચટાકો કરવો હોય તો એકાદ પાપડ લઈ શકો છો.□નાના બાળકો, વુધ્ધ વ્યકિત કે બિમાર વ્યક્તિ ને આ ખીચડી જમવામાં દૂધ સાથે ફીણી ને આપી શકાય કારણ પચવામાં સરળ રહે છે. Krishna Dholakia -
પીળી મગ દાળની દાળ ફ્રાય (Yellow Moong Dal Fry Recipe In Gujarati)
#DR#30mins#Dal_Recipe#cookpadgujarati#cookpadindia મગ ની દાળ ની દાળ ફ્રાય (Yellow Moong Dal Fry Recipe) એ ભારતીય રાંધણ કળાની ખુબજ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ એવી દાળ છે. ગુજરાતી રાંધણકલામાં પણ ખુબ જ સારું એવું વર્ચસ્વ ધરાવતી એવી આ દાળ લગભગ તમામ લોકોને પસંદ હોઈ છે. બનાવામાં ખુબજ સરળ અને ઘરેલું સામગ્રીઓમાંથી બનતી એવી આ દાળને રોટલી, જીરા રાઈસ અથવા ભાત સાથે પણ સર્વ કરી શકાય છે. મગની દાળના ગુણકારી લાભો વિશે તો આપ સૌ પરિચિત જ હશો કે જેથી આપ આ દાળ આપના પરિવારજનો , મિત્રો અને મેહમાનો માટે પણ ખુબ જ આસાનીથી બનાવી શકો છો. આપ આ દાળ ડીનરમાં કે ભોજન સમયે પણ સર્વ કરી શકો છો. Daxa Parmar -
લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdi દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે. મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક અને લસણ પણ ઉમેરીયા છે જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
દાલ ખીચડી(Dal Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiખિચડી.... દરેક ગુજરાતી ના ઘરમાં બનતી પ્રિય વાનગી એટલે ખીચડી જે નાના થી માંડી ને મોટા વડીલો ખાઈ શકે તેવો હળવો ખોરાક.. ખીચડી આમતો અનેક પ્રકારની બને છે પણ દાલ ખીચડી વધારે ટ્રેન્ડી છે આમતો દાલ અને ચોખા ના મિશ્રણ થી જ ખીચડી બને છે પણ આપણે કૈક અલગ ખાવાનું મૂડ હોય અને ઝટપટ પણ બને ત્યારે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડબલ તડકા ખીચડી બઉજ ટેસ્ટી અને જલ્દી બની જાય છે...😋 Dimple Solanki -
ખીચડી (Khichdi recipe in gujarati)
#goldenapron3#week14ડિનર હોય અને ખીચડી ના હોય એવું બનેજ નહિ... મીક્ષ દાલ અને રાઈસ ખીચડી Naiya A -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
મન અને પેટ ને તૃપ્ત કરતી સાદી ખિચડી. #JSR Bina Samir Telivala -
મગની ખીચડી(mung Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiઆજે બે જમવામાં આખા મગની ખીચડી બનાવેલી સાથે કઢી અને બટેટાનું ગ્રેવીવાળું શાક બનાવેલું શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો આખાં મગ ની ખિચડી ખવાની મજા જ કંઈક અલગ આવે છે. Komal Batavia -
દાળ ખીચડી (dal khichdi recipe in Gujarati)
દાળ ખીચડી ખાવામાં હળવી અને હેલ્ધી હોય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે જે ભાત અને દાળને મિક્સ કરીને બનાવવામાં આવે છે છોકરા દાળ અને ભાત ખાતા નથી પણ મારા છોકરા દાળ ખીચડી નું નામ પડે એટલે તરત જ રેડી થઈ જાય છે દાળ ખીચડી એક ફ્યુઝન ડીશ છે જેને ડબલ તડકા લગાવીને પીરસવામાં આવે છે#સુપરશેફ4#માઇઇબુક#પોસ્ટ૩૨ Sonal Shah -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#JSR (કચ્છી ખીચડી) Amita Soni -
મગ છડી દાળની ખીચડી (Moong Chhadi Dal Khichdi Recipe In Gujarati)
ગુજરાત મા કઢી સાથે ઘણીવાર મગ છડી દાળની ખીચડી બનાવવા મા આવે છે.જે સ્વાદ મા મસ્ત લાગે છે. Valu Pani -
છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1#khichdi#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati ) આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો. Daxa Parmar -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRમગની છોડાં વાળી દાળ,મગ ની યેલો દાળ અને તુવેર દાળ અને ચોખા ની ખીચડી બને છે..આજે મે તુવેર ની દાળ અને ચોખા ની ખિચડી બનાવી છે .એટલી જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
-
સાદી ખીચડી (Khichadi Recipe in gujarati)
#JSR#cookpadindia#cookpad_guj#cookpadદરેક ગુજરાતીના ઘરમાં સાદી ખીચડી ખૂબ જ બનતી હોય છે. ખીચડી એ હેલ્ધી વાનગી છે. ફોતરાવાળી લીલી મગની દાળ અને પીળી મગ ની દાળ સાથે ચોખા એડ કરીને આ ખીચડી બનાવવામાં આવે છે. આ ખીચડી ગરમ ગરમ સારી લાગે છે. તેમાં ભારોભાર ઘી નાખીને સર્વ કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખીચડી કુકરમાં બને છે પણ હું તપેલીમાં બનાવું છું. જેથી ખીચડી ઢીલી અને છુટ્ટી બને છે. Parul Patel -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
પાલક મગની દાળ અને ફાડા ખીચડી (Palak Moong Dal Fada Khichdi Recipe In Gujarati)
#WKRઆ ખિચડી બહુ જ healthy છે..નાના મોટા સૌ માટે પૌષ્ટિક અને ઓછા મસાલા વાળીઆયર્ન અને ફાઇબર થી ભરપુર આવી ખીચડી Week માં બે વાર તો ખાવી જ જોઈએ..બીમાર અને અશક્ત વ્યક્તિ કે બાળક માટે બહુ જ ગુણકારી.. Sangita Vyas -
સાદી ખીચડી(khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdi દરેક ના ઘરની મનપસંદ રેસીપી સાદી ખીચડી....ખીચડી તો બધા ના ઘરે બનતી હોય છે ..ને આ ખીચડી ..દરેક ના ઘરે અલગ અલગ પ્રકારે બને ..કોઈ પીળી મગની દાળ ને ચોખા ની બનાવે...કોઈ છોટલા વાળી દાળ ને ચોખા ની બનાવે. કોઈ ફાડા લાપસી ની બનાવે. તો કોઈ તુવેર દાળ સાથે બનાવે ને આજકાલ તો એમાં પણ ફેશન આવી હોય એમ સિઝલર ખીચડી, તંદૂરી ખીચડી .., પાલક નીખિચડી...તો આવી અવનવી ખીચડી ક્યાં તો બહાર ખાવા જાય અથવા ઘરે બનાવે. પણ આપણા બધા ની મનપસંદ અને ઓલ ટાઈમ ફેવરિટ નાના મોટા બધાની ને ઝટપટ રેડી થાય એવી સાદી ખીચડી....ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
રવિવાર ના ડીનર માં લગભગ ખીચડી જ હોય..સાદી કે મસાલા..મગની દાળ ની કે મિક્સ દાળ ની.. Sangita Vyas -
કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati#વઘારેલી_ખીચડી#કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe in Gujarati) ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે. શિયાળા ની ઋતુ માં ખીચડી ખાવાથી ઘણા એવા ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે. આ કાઠિયાવાડી ખીચડી પણ પોષક તત્વો થી ભરપુર છે. એમાં મે ઘણા બધા શાકભાજી અને ત્રણ જાત ની દાળ નો ઉપયોગ કરી ને એક હેલ્થી ખીચડી બનાવી છે. Daxa Parmar -
તુવેર દાળની ખીચડી (Tuvar Dal Khichadi Recipe In Gujarati)
#ફટાફટ સાંજે જ્યારે હળવું ખાવું હોય ત્યારે આ રીતે વઘારેલી ખીચડી અને મસાલા દહીં બેસ્ટ ઓપ્શન છે... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (19)