પુરણ પોળી (Puranpuri in Recipe in Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#FAM
#lunchrecipe
પુરણ પોળી ને ગળી રોટલી પણ કહેવાય છે.પુરણ પોળી અમારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે. અમારા ઘરે કોઈ નો જન્મ દિવસ હોય કે કોઈ ખુશી નો દિવસ હોય ત્યારે અચૂક બને છે.

પુરણ પોળી (Puranpuri in Recipe in Gujarati)

#FAM
#lunchrecipe
પુરણ પોળી ને ગળી રોટલી પણ કહેવાય છે.પુરણ પોળી અમારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે. અમારા ઘરે કોઈ નો જન્મ દિવસ હોય કે કોઈ ખુશી નો દિવસ હોય ત્યારે અચૂક બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો માટે
  1. ૧ કપતુવેર દાળ
  2. ૧/૨ કપખાંડ
  3. પાણી જરૂર મુજબ દાળ બાફવા માટે
  4. ૧ કપઘઉં નો લોટ
  5. ૧ ટી સ્પૂનતેલ મોણ માટે
  6. જરૂર મુજબ પાણી લોટ બાંધવા માટે
  7. ૧/૪ કપઘી ઉપર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ તુવેર ની દાળ લો.તેને ધોઈ ને થોડી વાર માટે પલાળી રાખો.ત્યાર બાદ કૂકર મા ત્રણ સિટી વગાડી ને બાફી લો.દાળ બફાઈ જાય પછી જો પાણી વધારે લાગે તો તેને ચારના મા નાખી ને નિતારી લો.

  2. 2

    નીતારેલી દાળ ને એક માઇક્રો પ્રૂફ બાઉલ માં કાઢી લો.ત્યાર બાદ તેમાં ખાંડ નાખો.હવે તેને હેન્ડ વિસ્કર ની મદદ થી હલાવી લો એટલે ખાંડ અને દાળ બંને સરખા મિક્સ થઈ જાય.ત્યાર બાદ તેને માઇક્રોવેવ મા પેલા ૬ મિનિટ માટે મૂકો.પછી બાર કાઢી ને હલાવી લો.ત્યાર બાદ પાછું તેને ૪ મિનિટ માટે મૂકો.પછી બાર કાઢી લો એટલે પુરણ તૈયાર.

  3. 3

    હવે બનાવેલા પુરણ ને થોડી વાર ઠરવા દો.હવે એક બાઉલ માં ઘઉં નો લોટ લો તેમાં મોણ નાખી જરૂર મુજબ પાણી નાખી ને રોટલી જેવી કણક બાંધો.

  4. 4

    હવે બાંધેલા લોટ માંથી એક સહેજ મોટો લુવો લો.તેને થોડું વણી લો.હવે તેમાં વચ્ચે બનાવેલા પુરણ માંથી એક લુવો ગોળ કરી ને લો અને તેને બધી બાજુ થી વાળી ને મોટો લુવો બનાવી લો.તેને લોટ ના અટામણ મા રગદોળી ને હળવા હાથે વણી લો.થોડી જાડી જ રાખવા ની.હવે તેને ગેસ ઉપર ધીમા તાપે ચોડવી લો.બંને બાજુ ગુલાબી થઈ એટલે નીચે ઉતારી ને ઘી લગાવી લો.

  5. 5

    આ રીતે બધી રોટલી તૈયાર કરી લો.મે અહી પુરણ મા ઈલાયચી નો ઉપયોગ નથી કર્યો.કરવો હોય તો કરી શકાય.ખાંડ નું પ્રમાણ પણ વધતું ઓછું કરી શકાય.

  6. 6

    તો તૈયાર છે ટેસ્ટી પુરણ પોળી.મે તેને ગુલાબ અને તેની પાખડી થી ગાર્નિશ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes