ભરેલી દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)

Aashita Raithatha
Aashita Raithatha @Aashdeep07

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 8-10બટાકા
  2. 1 કપતુવેરદાળ
  3. 5-6 ગ્લાસપાણી
  4. 6 ચમચીતેલ
  5. 1/2 ચમચીરાઇ
  6. 1/2 ચમચીજીરુ
  7. 1/2હિંગ
  8. 2ટૂકડા તજ
  9. 4-5લવિંગ
  10. 1તમાલપત્ર
  11. 1સૂકું લાલ મરચુ
  12. 1ટામેટુ
  13. 1લીલું મરચુ
  14. 1 ઇંચઆદુનોટૂકડો
  15. 1લીંબુ
  16. 2 કપઘઉં નો લોટ
  17. 1/2 કપબેસન
  18. 2 ચમચીમરચા પાઉડર
  19. 1 ચમચીહળદર
  20. 1 ચમચીધાણજીરૂ
  21. 1 ચમચીગરમમસાલો
  22. 2 ચમચીખાંડ
  23. 1 ચમચીચાટ મસાલો
  24. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટાકા અને દાળ ને બાફવા મૂકવા.

  2. 2

    ઘઉં નો લોટ તમામ મસાલા માંથી અડધા મસાલા ભેળવી ને મોણ નાખી બાંધો રોટલી જેવો લોટ બાંધવો

  3. 3

    દાળ ને બટાકા બફાઈ જાય એટલે બટાકા ની છાલ કાઢી ને તેને છૂંદી લો.

  4. 4

    તેમાં તમામ મસાલા અને આદુ મરચાની પેસ્ટ એડ કરો.

  5. 5

    ત્યાર બાદ દાળ માટે સાવ પ્રથમ એક વાસણ માં તેલ ગરમ કરો ત્યાર બાદ તેમાં રાઇ જીરૂ હિંગ એ સિવાય લાલ મરચું, તમાલપત્ર, તજ,લવિંગ વગેરે મૂકી ને વઘાર કરો.દાળ માં જરૂર મુજબ પાણી એડ કરો.

  6. 6

    દાળ માં તમામ મસાલા જરૂર મુજબ એડ કરો

  7. 7

    દાળ ઉકળે ત્યારે સાઇડ માં ઢોકળી બનાવી લેવી.

  8. 8

    ઢોકળી માટે બાંધેલા લોટ ને કોરા લોટ માં રગદોળી ને નાની રોટલી જેટલું વણો.

  9. 9

    વચ્ચે બટાકા નું મિશ્રણ બોલ બનાવી ને મૂકો.

  10. 10

    ત્યાર બાદ એક આંગળી ની ઉપર પડ રાખી ઉપરા ઉપર પડ ગોઠવી ને ઢોકળી રેડી કરો. જરૂર લાગે તો ઉપર થી થોડુ પડ ચપ્પુ વડે કાપી લેવું.

  11. 11

    દાળ ઉકળવા માંડે એટલે ઢોકળી એડ કરો

  12. 12

    20 થી 25 મિનિટ ઢોકળી ને ઉકળવા દો અને ચડવા દો જરૂર લાગે તો ચેક કરી ને જરૂર મુજબ પાણી ઉમેરવું.

  13. 13

    ઢોકળી ચડી ગયા પછી ધાણા ભાજી એડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aashita Raithatha
Aashita Raithatha @Aashdeep07
પર

Similar Recipes