ઘઉં નો લોટ ના સમોસા (Wheat Flour Samosa Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

મેંદા ના સમોસા કરતા ઘઉં ના લોટ ના હેલ્ધી હોય છે
#EB

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૩ ટે. સ્પૂન ઘી
  3. ૧/૨ ટી. સ્પૂન મીઠું
  4. ૧ ટી સ્પૂન જીરું
  5. ૬-૭ મોટા બટાકા બાફેલા
  6. ડુંગળી ઝીણી સમારેલી
  7. ૧ ટે સ્પૂન લસણ ની પેસ્ટ,
  8. ૪-૫ ટી સ્પૂનલીલા મરચાં ઝીણાં સમારેલાં
  9. ૧ ટી. સ્પૂન ગરમ મસાલો
  10. ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  11. ૧/૨ ટી. સ્પૂનહળદર
  12. ૧ ટી. સ્પૂન લીંબુ નો રસ
  13. ૧ ટી. સ્પૂન લાલ મરચુ પાઉડર
  14. ૩ ટે. સ્પૂન કોથમીર બારીક સમારેલી
  15. તળવા માટે તેલ
  16. ૧ ટે. સ્પૂન મેંદો સ્લરી માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ઘી નો મોણ નાખી પૂરી જેવો લોટ બાંધી લો.

  2. 2

    પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી,લસણ ની પેસ્ટ નાખી સાંતળો.

  3. 3

    પછી તેમાં બધો મસાલો નાખી તેમાં બાફેલા બટાકા ને છીણી ને તેમાં નાખો. કોથમીર નાખી હલાવો.

  4. 4

    પછી માવો ઠંડો થવા દો.૧ ટેબ સ્પૂન મેંદો લઈ તેમાં પાણી નાખી તેની સલરી બનાવો.

  5. 5

    લોટ માંથી લુઓ લઈ પૂરી કરતા થોડી મોટી વની ને તેની પટ્ટી કાપો.

  6. 6

    પટ્ટી કાપી લીધા પછી તેમાં માવો ભરી રોલ વડી લો.પછી તેમાં ઉપર તુઠ્પિક લગાવો જેથી ખુલી ના જાય.

  7. 7

    બીજી એક પૂરી કરતા મોટી પૂરી વણો ને એક બાજુ માવો મૂકી બીજી નીચેની બાજુ કાપા પાડી તેને બંગડી ની જેમ વાળો.

  8. 8

    તેને મેંદા ની સલરિ થી ચોંટાડી દો.રીંગ સમોસા તૈયાર.

  9. 9

    પછી એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં બનાવેલ સમોસા તળી લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes