ખીચડી ભાજી કબાબ (Khichdi Bhaji Kebab Recipe In Gujarati)

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
શેર કરો

ઘટકો

  1. ભાજી માટે :
  2. 1/2 કપઝીણા સમારેલા ટામેટા
  3. 1/2 કપઝીણા સમારેલી ડુંગળી
  4. 1/4 કપઝીણા સમારેલા કેપ્સિકમ
  5. 3-4 ચમચીતેલ
  6. 1/4 ચમચીજીરું
  7. 2-3 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  8. 1 કપબાફીને સ્મેશ કરેલા બટાકા, ફ્લાવર, દૂધી
  9. 1/4 કપબાફેલા વટાણા
  10. 2-3 ચમચીલાલ મરચું
  11. 1/4 ચમચીહળદર
  12. 3-4 ચમચીપાઉં ભાજી મસાલો
  13. મીઠુ સ્વાદ અનુસાર
  14. પાણી જરૂર મુજબ
  15. 1 મોટી ચમચીબટર
  16. લીલા ધાણા ઝીણા સમારેલા જરૂર મુજબ
  17. ખીચડી માટે :
  18. 1 કપપલાળેલા ચોખા
  19. 1/4 કપછોતરા વગર ની મગ ની દાળ
  20. 1/4 કપતુવેર દાળ
  21. 2+2 ચમચી તેલ અને ઘી
  22. 1/2 ચમચીરાઈ
  23. 1/4 ચમચીહિંગ
  24. 1/4 ચમચીહળદર
  25. મીઠુ સ્વાદ અનુસાર
  26. પાણી જરૂર મુજબ
  27. કબાબ માટે :
  28. 1/4 કપબાફેલા સ્વીટ કોર્ન
  29. 1/2 કપઝીણા સમારેલા ટામેટા, ડુંગળી, કેપ્સિકમ
  30. 1 નંગઝીણું સમરેલું લીલું મરચું
  31. 1 ચમચીપાઉંભાજી મસાલો
  32. મીઠુ સ્વાદ અનુસાર
  33. કોર્ન ફ્લોર જરૂર મુજબ
  34. તેલ સેલો ફ્રાય કરવા માટે
  35. કાજુ ના ટુકડા જરૂર મુજબ
  36. ચાટ મસાલો છાંટવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકા માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તે ફૂટી જાય એટલે તેમાં ડુંગળી નાખી ને સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટા અને આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી ને 2 મિનિટ ચડવા દો. ત્યાર બાદ તેમાં કેપ્સિકમ ઉમરી ને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં લાલ મરચું ઉમેરો અને અને તેમાં બાફી ને સ્મેશ કરેલા બટાકા, ફ્લાવર, દૂધી અને વટાણા ઉમેરી ને મિક્સ કરો. અને તેમાં પાવ ભાજી મસાલો, હળદર અને મીઠુ ઉમેરી ને મિક્સ કરો. અને તેમાં પાણી ઉમેરી ને મિક્સ કરો.અને તેને 8-10 મિનિટ ઉકળવા દો.

  2. 2

    અને છેલ્લે તેમાં ધાણા અને બટર ઉમેરીને મિક્સ કરો.એક વાટકા માં ચોખા, તુવેર દાળ અને મગ ની દાળ ઉમેરી ને મિક્સ કરો અને તેને 3-4 વાર ધોઈને તેમાં પાણી ઉમેરી ને 1-2 કલાક માટે પલાડવા રાખો. ત્યાર બાદ કુકર માં તેલ અને ઘી ઉમેરો અને તે ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો તે ફૂટી જાય એટલે તેમાં હિંગ ઉમેરી ને અને તેમાં પેલાળેલા ચોખા અને પાણી ઉમેરી ને મિક્સ કરો અને તેમાં હળદર અને મીઠુ નાખી ને મિક્સ કરો અને કુકર બંધ કરીને 3-4 વિષલ મારો.

  3. 3

    એક વાટકા માં ખીચડી લો. તેમાં કેપ્સિકમ, ટામેટા, ડુંગળી, સ્વીટ કોર્ન અને લીલા મરચા ઉમેરી ને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પાવ ભાજી મસાલો અને મીઠુ ઉમેરો. અને તેમાં જરૂર મુજબ ભાજી ઉમેરો અને મિક્સ કરો તયાર બાદ તેને કબાબ નો આકાર આપી ને તેને કોર્ન ફ્લોર થી કોટ કરો તેના પર કાજુ ના ટુકડા ને મુકો. આવી રીતે બધા કબાબ તૈયાર કરો અને તેને ફ્રિજ માં 25-30 મિનિટ સેટ કરવા મુકો અને ત્યાર બાદ તેને સેલો ફ્રાય કરો અને તેના પર ચાટ મસાલો છાંટો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
પર
😍cooking girl👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes