વેજ ગલૌતી કબાબ (Veg. Galauti kebab Recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

ગલૌતી કબાબ એમ તો નોન વેજ કબાબ છે જે મીટ માંથી બનાવવા માં આવે છે. પણ મેં અહીંયા રાજમા નો યુઝ કરીને બનાવ્યા છે. જે ટેસ્ટ અને હેલ્થ માં બેસ્ટ છે. Originally આ કબાબ લખનૌ ના છે. એવું કહેવાય છે કે લખનૌ ના 1 નવાબ ઢીલા દાંત ના કારણે રેગ્યુલર કબાબ નતા ખાઈ શકતા તો એમના માટે આ કબાબ બનાવવા માં આવ્યા જ સુપર સોફ્ટ છે અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે એટલે તેનું નામ પણ ગલૌતી મતલબ ગળી જાય આવું આપવા માં આવ્યું છે.
#North #નોર્થ

વેજ ગલૌતી કબાબ (Veg. Galauti kebab Recipe in gujarati)

ગલૌતી કબાબ એમ તો નોન વેજ કબાબ છે જે મીટ માંથી બનાવવા માં આવે છે. પણ મેં અહીંયા રાજમા નો યુઝ કરીને બનાવ્યા છે. જે ટેસ્ટ અને હેલ્થ માં બેસ્ટ છે. Originally આ કબાબ લખનૌ ના છે. એવું કહેવાય છે કે લખનૌ ના 1 નવાબ ઢીલા દાંત ના કારણે રેગ્યુલર કબાબ નતા ખાઈ શકતા તો એમના માટે આ કબાબ બનાવવા માં આવ્યા જ સુપર સોફ્ટ છે અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે એટલે તેનું નામ પણ ગલૌતી મતલબ ગળી જાય આવું આપવા માં આવ્યું છે.
#North #નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 થી 1.25 કલાક
6 સર્વિંગ્સ
  1. 2 કપરાજમા
  2. 12-15કાજુ
  3. 2 ટીસ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  4. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 10-12કેસર ના તાંતણા
  6. 1 ટેબલ સ્પૂનરોઝ વોટર
  7. 1 ટેબલ સ્પૂનકેવડા વોટર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1લીલું મરચું ઝીણું સમારેલું
  10. 1 ટેબલ સ્પૂનશેકેલો ચણા નો લોટ
  11. 2 ટેબલસ્પૂનતળેલી ડુંગળી
  12. 2 ટુકડાકોલસા અને 2 થી 3 લવિંગ
  13. 3 ટી સ્પૂનઘી
  14. જરૂર મુજબ પાણી
  15. ઘી અને તેલ જરૂર મુજબ કબાબ shallow(શેલો) ફ્રાય કરવા માટે
  16. કબાબ મસાલા
  17. 1 ટી સ્પૂનપત્થર ના ફૂલ/દાગડ ફૂલ/કલપાસી
  18. 4-5મોટી કાળી ઈલાયચી
  19. 2 ટી સ્પૂનકાળા મરી
  20. 2 ટી સ્પૂનધાણા
  21. 6નાની લીલી ઈલાયચી
  22. 2ઈંચ તજ ના ટુકડા
  23. 2જાવંત્રી
  24. 1 ટી સ્પૂનશાહી જીરા
  25. 1/2જાયફળ
  26. 2 ટેબલસ્પૂનદેશી ગુલાબ ની પાંખડીઓ
  27. 1તમાલપત્ર
  28. 4-5લવિંગ
  29. કબાબ/તંદૂરી સ્ટાર્ટર ની ચટણી
  30. 1 કપકોથમીર
  31. 1 કપફૂદીનો
  32. 1નાની ડુંગળી
  33. 2 ટીસ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  34. 1લીલું મરચું
  35. 1/4 કપદહીં
  36. 1 ટી સ્પૂનચાટ મસાલો
  37. 1 ટી સ્પૂનજીરું પાઉડર
  38. 1 ટી સ્પૂનસંચળ
  39. 1 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  40. ક્રશ કરવા માટે જરૂર મુજબ પાણી
  41. સર્વ કરવા માટે
  42. ડુંગળી, ગાજર અને કેપ્સિકમ સલાડ
  43. બનાવેલી કબાબ માટેની ચટણી
  44. ટુકડોલીંબુ નો
  45. ગાર્નિશીંગ માટે
  46. ડુંગળી ની રીંગ્સ
  47. ફૂદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

1 થી 1.25 કલાક
  1. 1

    સૌ પ્રથમ રાજમા ને 5 થી 6 કલાક પલાળી રાખો. 5 થી 6 કલાક બાદ રાજમા ને કૂકર માં 8 થી 10 સીટી મારી એકદમ ગળી જાય એવા બાફી લો. 1 પેન માં 2 ટી ચમચી ઘી ગરમ કરી તેમાં કાજુ સાંતળી લો.

  2. 2

    1 વાસણ માં બાફેલા રાજમા અને ઘી માં તળેલા કાજુ નાખો. તેમાં આદુ લસણ ની પેસ્ટ, લાલ મરચું પાઉડર, લીલું મરચું સમારેલું અને મીઠું નાખો. 10 થી 12 કેસર ના તાંતણા 1 ટેબલ ચમચી પાણી માં પલાળી દો. હવે આ રાજમા, કાજુ, લીલું મરચું, લાલ મરચું પાઉડર, આદુ લસણ ની પેસ્ટ, કેસર વાળું પાણી, રોઝ વોટર અને કેવડા વોટર અને જરૂર મુજબ પાણી ઉમેરી બધું મિક્સરમાં ક્રશ કરી લો. જો જરૂર પડે તો જ પાણી લેવું.

  3. 3

    હવે આપણે કબાબ મસાલા બનાવીશું. તેના માટે સૌ પ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. હવે સૌ પ્રથમ દાગડ ફૂલ ને 40 થી 50 સેકંડ ડ્રાય રોસ્ટ કરીશું. સુગંધ આવે એટલે તેને સાઇડ માં કાઢી લો. હવે ધાણા, મોટી ઈલાયચી અને કાળા મરી ડ્રાય રોસ્ટ કરી લો. 1 થી 1.5 મિનિટ પછી સુગંધ આવે કાઢી લો.

  4. 4

    હવે જાવંત્રી, તજ, લવિંગ અને લીલી ઈલાયચી ને ડ્રાય રોસ્ટ કરી લો. 40 થી 50 સેકંડ પછી તેમાં બાકી ની વસ્તુઓ તમાલપત્ર, જાયફળ, શાહી જીરા અને ગુલાબ ની પાંખડીઓ ઉમેરો. ગુલાબ ની પાંખડીઓ નો રંગ બદલાય એટલે બધું સાઇડ માં કાઢી લો.

  5. 5

    બધા ખડા મસાલા ઠંડા થાય એટલે મિક્સર ના નાના જાર માં ક્રશ કરી લો. કબાબ મસાલા તૈયાર છે. આ મસાલા નો ઉપયોગ તમે કોઇ પણ કબાબ બનાવવા માં કરી શકો છો. હવે ક્રશ કરેલા રાજમા ના મિશ્રણ માં 1 ટેબલ ચમચી બનાવેલો કબાબ મસાલો અને 2 ટેબલ ચમચી તળેલી ડુંગળી સમારી ને ઉમેરો અને બધુ સરખું મિક્સ કરી લો.

  6. 6

    મિક્સ કર્યા પછી 1 ટેબલ ચમચી શેકેલો ચણા નો લોટ ઉમેરો અને ફરી મિક્સ કરી લો. હવે આપણે આ મિશ્રણ ને દમ આપીશું. તેના માટે કોલસા na 2 ટુકડા એકદમ લાલ થાય ત્યાં સુધી ગરમ કરો. હવે 1 વાટકી મિશ્રણ માં વચ્ચે મૂકી તેમાં આ એકદમ લાલ થયેલા કોલસા અને 2 થી 3 લવિંગ na ટુકડા મૂકો.

  7. 7

    હવે ગરમ ગરમ કોલસા અને લવિંગ પર 1 ટી ચમચી ઘી નાખો અને તરત ફીટ ઢાંકણ ઢાંકી દો. 10 મિનિટ આવી રીતે સાઇડ માં મૂકી રાખો અને દમ આપો. બધી જ ફ્લેવર રાજમા ના મિશ્રણ માં આવી જશે.

  8. 8

    હવે 1 પેન માં ઘી ગરમ કરો. રાજમા ના મિશ્રણ ની ટિક્કી બનાવીને shallow fray કરો. ઉપર ની બાજુ તેલ મૂકો અને પલટાઈ લો. આવી રીતે બેઉ બાજુ ઉપર નું પડ થોડું બ્રાઉન અને થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરી લો. આવી રીતે બધા કબાબ બનાવી લો.

  9. 9

    હવે આપણે કબાબ અને તંદૂરી સ્ટાર્ટર સાથે સર્વ કરવા માં આવતી ચટણી બનાવીશું. તેના માટે 1 વાસણ માં દહીં લો અને તેમાં બધા મસાલા સંચળ, જીરુ પાઉડર, આમચૂર પાઉડર અને ચાટ મસાલો ઉમેરો અને હલાવી લો.

  10. 10

    કોથમીર અને ફૂદીનાના ને પાણી થી સરખા ધોઈ લો. મિક્સર ના 1 જાર માં કોથમીર, ફુદીનો, ડુંગળી, લીલું મરચું, આદુ લસણ ની પેસ્ટ અને જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.

  11. 11

    હવે આ પેસ્ટ ને આગળ બનાવેલા દહીં ના મિશ્રણ માં મિક્સ કરી લો. ચટણી તૈયાર છે. ટેસ્ટ કરી લો. જરૂર લાગે તો મસાલા ઉમેરો. ગલૌતી કબાબ ચટણી અને સલાડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes