મગની છુટ્ટી દાળ (Moong Dal Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

મગની મોગરદાળને જુદી- જુદી રીતે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે મગની મોગરદાળને કઢી-ભાત સાથે બનાવાય છે. આ દાળનો દાણો એકદમ છૂટ્ટો થાય એવી રીતે મેં બનાવી છે.અમારા ઘરે કઢી સાથે આ દાળ અચૂક બનાવાય છે.
#RC1
#Yellow

મગની છુટ્ટી દાળ (Moong Dal Recipe In Gujarati)

મગની મોગરદાળને જુદી- જુદી રીતે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે મગની મોગરદાળને કઢી-ભાત સાથે બનાવાય છે. આ દાળનો દાણો એકદમ છૂટ્ટો થાય એવી રીતે મેં બનાવી છે.અમારા ઘરે કઢી સાથે આ દાળ અચૂક બનાવાય છે.
#RC1
#Yellow

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાડકીમગની મોગરદાળ
  2. સ્વાદમુજબ મીઠું
  3. ચપટીહળદર
  4. 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. ચપટીહીંગ
  6. 2 ચમચીતેલ
  7. 1/4 ચમચી રાઈ
  8. જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    મોગરદાળને 2-3 વખત સારી રીતે ધોઈને એને 2-3 કલાક પાણીમાં પલાળી રાખો.3કલાક પછી એક કઢાઈમાં તેલ રાઈનો વઘાર મૂકો.વઘાર થાય એટલે એમાં હીંગ અને લાલ મરચું નાંખી પા વાટકી જેટલું પાણી ઉમેરો.

  2. 2

    હવે પલાળેલી દાળનું પાણી નિતારી લેવું પછી એ દાળને વઘારેલા પાણીમાં ઉમેરો. હવે ઉપર જણાવેલા બધા મસાલા ઉમેરી દો. દાળ ડૂબે એટલું જ પાણી ઉમેરો.

  3. 3

    હવે એને ધીમા તાપે ચડવા દો. વચ્ચે વચ્ચે એને હલાવતા રહો. લગભગ 7-8 મિનિટમાં દાળ ચડી જશે. દાળનો એકેએક દાણો છૂટ્ટો થશે.આ દાળને કઢી -ભાત સાથે પીરસો.આ રીતે ખાવાની ખૂબ મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes