મગની છૂટી દાળ (Moong Dal Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#AM1
કેરીની સીઝન આવે એટલે કે ઉનાળામાં જ્યારે કેરી ખૂબ જ સરસ આવે ત્યારે ગુજરાતી લોકોનાં ઘરમાં રસ - પૂરી અવાર-નવાર બનતા હોય છે. રસ પૂરી ની સાથે મગની છૂટી દાળ એક પરફેક્ટ કોમ્બિનેશન છે. ગુજરાતમાં અને કાઠિયાવાડમાં મગની છૂટી દાળ ખૂબ ફેમસ છે. આ દાળ બનાવવી જેટલી સરળ છે તેટલી જ આ દાળ પચવામાં પણ સરળ છે. આ દાળ ખુબ ઓછા સમયમાં અને ઓછા ingredients થી ખુબ સરસ અને સ્વાદિષ્ટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 કપપીળી મગની દાળ
  2. 2 Tbspતેલ
  3. 1 નંગસમારેલું લીલું મરચું
  4. લીલો લીમડો
  5. ટુકડોઆદુનો નાનો
  6. 1 Tspજીરુ
  7. 1/2 Tspહિંગ
  8. 1 Tbspલાલ મરચું પાઉડર
  9. 1/2 Tspહળદર પાઉડર
  10. 1 Tspઘાણાજીરુ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મગની પીળી દાળ ને ચોખ્ખા પાણીથી ધોઈને 1/2 કલાક માટે પલાળી રાખવાની છે.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું, આદુ-મરચાં અને લીમડાનો વઘાર કરવાનો છે.

  3. 3

    ત્યારબાદ તેમાં હિંગ અને પલાળી રાખેલી મગની દાળ ઉમેરવાની છે.

  4. 4

    હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરુ અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે.

  5. 5

    બધુ બરાબર રીતે મિક્સ કરી આ દાળને એક તપેલીમાં લઈ, ઢોકળીયામાં લગભગ 20 મીનીટ માટે મીડીયમ ફ્લેમ પર ફૂક કરવા માટે મૂકવાની છે. ઢોકળીયાને બદલે કુકરમાં પણ વિશલ વગાડીને ફૂક કરી શકાય.

  6. 6

    તો અહીંયા આપણી મગની છૂટી દાળ ફૂક થઈને તૈયાર થઈ ગઈ છે. જેના પર કોથમીર છાટી સર્વ કરી શકાય.

  7. 7

    આ દાળ રસ પૂરી સાથે તો સરસ લાગે જ છે પણ તે ઉપરાંત તેને રોટલી અને ભાત સાથે પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes