મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#CB6
મગની દાળનો હલવો નોર્થ ઇન્ડિયા માં ખૂબ જ ફેમસ છે ત્યાં લગ્ન પ્રસંગોમાં મગની દાળનો હલવો ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે.

મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)

#CB6
મગની દાળનો હલવો નોર્થ ઇન્ડિયા માં ખૂબ જ ફેમસ છે ત્યાં લગ્ન પ્રસંગોમાં મગની દાળનો હલવો ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. ૧/૨ કપમગની દાળ
  2. પાણી જરૂર મુજબ
  3. ૧/૨ કપખાંડ
  4. ૩/૪ કપ દૂધ
  5. ૧/૮ કપ ઘઉંનો લોટ
  6. ૧/૪ કપઘી
  7. ચપટીઇલાયચી પાઉડર
  8. કાજુ- બદામ- પિસ્તાના ટુકડા જરૂર મુજબ
  9. ચપટીકેસરના તાંતણા
  10. ચપટીજાયફળ પાઉડર
  11. ૧ ડ્રોપઓરેન્જ ફૂડ કલર (oprional)
  12. ૩ ચમચીઘરની મલાઈ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ મગની દાળ ને બરાબર ધોઈ તેને ૩ થી ૪ કલાક માટે પાણીમાં પલાળી રાખો.

  2. 2

    હવે તેનું બધું પાણી નિતારી મિક્સરમાં ક્રશ કરી લો અને પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે એક લોખંડની કઢાવી લઇ તેમાં ઘી લઈ ગરમ કરો ત્યારબાદ ઘઉનો લોટ નાખીને 2 મિનિટ સુધી તેને શેકો ત્યારબાદ તેમાં ક્રશ કરેલી મગની દાળ ઉમેરી બરાબર હલાવો.

  4. 4

    આ મગની દાળને પંદરથી વીસ મિનિટ સુધી એકદમ બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો અને તેમાં સમારેલા કાજુ બદામ ઉમેરી હલાવી લો જેથી તે પણ જોડે શેકાઈ જશે.

  5. 5

    ગેસ પર બીજી બાજુ એક પેનમાં દૂધ લઇ તેમાં કેસરના તાંતણા ઉમેરી બે મિનિટ સુધી દૂધને ઉકાળી લો અને જરૂર લાગે તો એક ડ્રોપ ઓરેન્જ ફૂડ કલર પણ ઉમેરવું.

  6. 6

    પંદરથી વીસ મિનિટ સુધી શેક્યા બાદ મગની દાળમાં ખાંડ ઉમેરી ગેસ બંધ કરી તેમાં ઉકાળેલું દૂધ તથા મલાઈ ઉમેરી હલાવો. ત્યારબાદ ગેસ ચાલુ કરી દૂધ તથા ખાંડ બરાબર મિક્સ કરવું.

  7. 7
  8. 8

    હવે તેમાં ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરી બરાબર હલાવી લો.

  9. 9

    હવે આ હલવાને બાઉલમાં કાઢી ઉપરથી એક ચમચી ઘી તથા થોડા ડ્રાય ફ્રુટ થી સજાવી ગરમાગરમ સર્વ કરો.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ (6)

Annu. Bhatt
Annu. Bhatt @Anuradha_Bhatt
Wahhhh 👌🏻 sweet sweet siro..mast 👌🏻 yummy in my tummy,,

Similar Recipes