ગાર્લિક ફલેવર્ડ અડદ દાળ (Garlic Flavored Urad Dal Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#EB
#Week10

ફ્રેન્ડસ, શિયાળામાં અડદની દાળ લગભગ બઘાં નાં ઘરે બનતી જ હોય છે. આજે એકદમ સિમ્પલ મસાલા સાથે લસણ ની ફલેવર વાળી અડદ દાળ ની રેસીપી શેર કરી છે.

ગાર્લિક ફલેવર્ડ અડદ દાળ (Garlic Flavored Urad Dal Recipe In Gujarati)

#EB
#Week10

ફ્રેન્ડસ, શિયાળામાં અડદની દાળ લગભગ બઘાં નાં ઘરે બનતી જ હોય છે. આજે એકદમ સિમ્પલ મસાલા સાથે લસણ ની ફલેવર વાળી અડદ દાળ ની રેસીપી શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીઅડદ ની દાળ
  2. ૨ ચમચીચણા ની દાળ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧/૨ નાની ચમચીહળદર
  5. ૧૦ થી ૧૨ મીઠાં લીમડાનાં પાન
  6. લીલાં મરચાં ની પેસ્ટ
  7. ૧ ઇંચઆદું ની પેસ્ટ
  8. ૫-૬ લસણની કળી સમારેલી વઘાર માટે
  9. ૫-૬ લસણ ની પેસ્ટ
  10. સમારેલું ટમેટું
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧/૨ ચમચીઘાણાજીરુ
  13. ૨ ચમચીતેલ
  14. હિંગ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડદની દાળ અને ચણાની દાળ મિક્સ કરી,વોશ કરી મીઠું, મીઠાં લીમડાનાં પાન, હળદર નાખીને છુટ્ટી અથવા કુકરમાં માપસર નું પાણી ઉમેરી બાફી લેવી.

  2. 2

    દાળ બાફી ને તેમાં (મિડિયમ થીક રાખવી) જરુર મુજબ પાણી, મીઠું, કોથમીર, ઘાણાજીરુ, ટમેટું, આદું, મરચાં અને લસણ ની પેસ્ટ નાખી ૫ મિનિટ ઉકાળવું જેથી દાળ માં મસાલા સરસ મિક્સ થઈ જાય. આ રીતે દાળ ઉકાળી સર્વિગ બાઉલ માં કાઢી લેવી.

  3. 3

    વઘાર માટે તેલ ગરમ કરી થોડી હિંગ અને સમારેલી લસણ ની કળી ઉમેરી લસણ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લાલ મરચું પાઉડર નાખી ને તરત જ આ વઘાર દાળ ઉપર રેડી દેવો. દાળ તૈયાર છે તો કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો. એકદમ સિમ્પલ મસાલા હોવા છતાં આ દાળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes