અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#EB
#Week10
અડદ દાળ પ્રોટીનનો સૌથી ધનિક સ્ત્રોત છે અને તેમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટ પણ છે. વિટામિન બીથી ભરેલું, તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ સારું છે ,કારણ કે તેમાં ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ટ્રેસ તત્વોની હાજરી અંગના કાર્યો માટે સારી બનાવે છે. 70 અને ડાયેટરી ફાઇબરથી વધુની સાથે, તે પાચનમાં પણ મદદ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ-અડદ દાળ
  2. ૧- મોટી ડુંગળી
  3. ૬-૭ કળી - લસણ
  4. મોટું - ટમેટું
  5. ૧ વાટકી- છાશ
  6. ૨ ચમચી-તેલ
  7. ૪-૫ - મીઠા લીમડાનાં પાન
  8. ૧ ચમચી- આદુ મરચાં ની પેસ્ટ
  9. ૧ ચમચી-મીઠું
  10. ૧ ચમચી-હળદર
  11. ૧-૨- સૂકા મરચા
  12. ૧ ચમચી- મરચું પાઉડર
  13. ૧/૨ ચમચી- રાઈ
  14. ૧/૨ ચમચી- સુકી મેથી ના દાણા
  15. ૧/૨ લીંબુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ અડદ દાળ ને કૂકરમાં ૨ સીટી વગાડી બાફવી.

  2. 2

    ત્યારબાદ ટામેટાં, ડુંગળી અને લસણ ની પ્યુરી કરવી,હવે એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઈ, સૂકા મરચા, લીમડાના પાન, સૂકી મેથીના દાણા નાખી અને હીંગ ઉમેરો અને વધાર ચડી જાય એટલે તેમાં ડુંગળી-લસણ‌અને ટામેટાં ની પ્યુરી, આદુ મરચાં ની પેસ્ટ અને છાશ‌ ઉમેરો ‌, ઉકળે એટલે તેમાં અડદ ની દાળ ઉમેરો અને ‌ઉકળવા દો.

  3. 3

    પછી ઝીણી સમારેલી કોથમીર ઉમેરો અને ‌અડદની દાળ જમવામાં લો,ઉપર થી‌જરુર‌ મુજબ લીંબુ નો રસ ઉમેરો,.‌રોટલી, રીંગણા ની ચીરી‌,ભાત સાથે અડદ ની દાળ નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

ટિપ્પણીઓ

Similar Recipes