અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧/૨ કપઅડદ દાળ
  2. ૨ ટી સ્પૂનચણાદાળ
  3. ૧/૨ કપખાટી છાશ
  4. પાણી જરૂર મુજબ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. લીલું મરચું
  9. ૫-૬ કળી સમારેલું લસણ
  10. વઘાર માટે
  11. ૪ ટી સ્પૂનતેલ
  12. ૧ ટી સ્પૂનજીરું
  13. ચપટીહિંગ
  14. ૪-૫ પાન મીઠો લીમડો
  15. સૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ દાળ ધોઈ ને 1/2 કલાક માટે પલાળી રાખો.ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખો.હવે તેમાં થોડું મીઠું નાખી ને કૂકર મા મુકી ને ત્રણ સિટી વગાડો.

  2. 2

    ત્યાર બાદ કૂકર માંથી કાઢી ને તેમાં હળદર,લીલું મરચું,ખાટી છાશ અને જરૂર મુજબ પાણી નાખો.હવે તેને ધીમા તાપે ઉકળવા મુકો.

  3. 3

    હવે એક વઘારિયા માં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.જીરું તતડે એટલે તેમાં હિંગ,લસણ,આખું લાલ મરચું, લીમડો અને લાલ મરચું પાઉડર નાખી ને વઘાર તરત જ ઉકળતી દાળ મા નાખી દો.

  4. 4

    હવે તેને પાંચ મિનિટ માટે ઉકાળી લો.ત્યાર બાદ તેને નીચે ઉતારી લો.તેને એક બાઉલ માં કાઢી ને સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે અડદ દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes