મિસળ પાવ (Misal paw recipy in gujrati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#RC3
#Red Recipy
#cookpad_guj
મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. મહારાષ્ટ્ર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને સવારે લોકો નાસ્તા માં પણ ખાવાનું પસંદ કરે છે. મિસળ ને પાઉં સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્પાઈસી વાનગી છે. કોલ્હાપુર નું મિસળ પાઉં ખુબ જ પ્રખ્યાત છે....એવું ફરસાણ જેને ચેવડા ... ડુંગળી...લીંબુ સાથે પીરસી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે .

મિસળ પાવ (Misal paw recipy in gujrati)

#RC3
#Red Recipy
#cookpad_guj
મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. મહારાષ્ટ્ર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને સવારે લોકો નાસ્તા માં પણ ખાવાનું પસંદ કરે છે. મિસળ ને પાઉં સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્પાઈસી વાનગી છે. કોલ્હાપુર નું મિસળ પાઉં ખુબ જ પ્રખ્યાત છે....એવું ફરસાણ જેને ચેવડા ... ડુંગળી...લીંબુ સાથે પીરસી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35મિનિટ
6લોકો
  1. 250 ગ્રામફણગાવેલા લીલા મગ
  2. 5જીના સમારેલા કાંદા
  3. 4મોટા ટામેટા (પ્યુરી કરેલા)
  4. 3 નાની ચમચીમિસળ મસાલો
  5. 4 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  6. 3 ચમચીલાલ મરચું પાઉડર
  7. 2 ચમચીકાશ્મીરી મરચું
  8. 1મોટી વાડકી તેલ
  9. 2 ચમચીહરડાર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1&1/2 ચમચી ગરમ મસાલો
  12. મીઠું
  13. જરૂર મુજબ પાણી
  14. સર્વ કરવા માટે.
  15. તીખું ચવાણું
  16. લીંબુ નો રસ
  17. ડુંગળી જીની સમારેલી
  18. સેવ
  19. કોથમીર

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1

    એક દિવસ અગાઉ એક બાઉલમાં લીલાં મગ ધોઈને 5 થી 6 કલાક પલાળી રાખવા.હવે એક સાફ કપડાં અથવા થેલી મા મગ-મઠ પોટલી વાળી બાંધી લેવાં અને ઢાંકીને મુકી દેવા.બીજા દિવસે મગ સરસ અંકુરીત થઈ જશે.

  2. 2

    હવે એક કૂકર માં 1 નાની વાડકી તેલ ઉમેરો ગરમ થાય એટલે ચોપર માં વાટેલી ડુંગળી ઉમેરો..કૂકર બંધ કરી 2 સીટી પાડી લો..કૂકર ખોલીને ટામેટા પ્યુરી એડ કરી મીઠું ઉમેરી ફરી પાછું કૂકર બંધ કરી 2 સીટી પાડી લો..કૂકર ઓપન કરી હવે બરાબર તેલ છૂટું પડી ગયું હશે. હવે બધા મસાલા કરી લેવા...(કાશ્મીરી મરચું સિવાય ના)

  3. 3

    બરાબર મિક્સ કરી મગ એડ કરી 3 ગ્લાસ પાણી ઉમેરી 5 સિટી પાડી લેવી...કૂકર ખોલશો એટલે મગ મસ્ત એકરસ થાય ગયા હશે...બરાબર હલાવીને પછી જરૂર હોય તો પાણી ઉમેરવું.અને હવે એક વાસણ માં પાછું તેલ ઉમેરવું...ગરમ થાય એટલે કાશ્મીરી મરચું ઉમેરી તરી બનાવી મિસળ માં ઉપરથી નાખી દેવી..

  4. 4

    હવે સર્વિંગ પ્લેટ માં પેહલા મિસળ એના પર લીંબુ નો રસ, ચવાનું...પછી જીનાસમારેલા કાંદા....કોથમીર સેવ નાખી ઉપરથી પછી થોડી તરી નાખી શકાય..એમ રેડી કરી સેકેલાં પાવ સાથે સર્વ કરવું..ખુબ જ ટેસ્ટી અને લાલચટક મિસળ પાવ રેડી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

Similar Recipes