મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati)

આજે મેં મહારાષ્ટ્રીયન વાનગી મિસળ-પાઊ બનાવી છે. જે ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પણ મહારાષ્ટ્રની બહાર બિજા રાજ્યમાં પણ પ્રખ્યાત થઈ રહી છે.
મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati)
આજે મેં મહારાષ્ટ્રીયન વાનગી મિસળ-પાઊ બનાવી છે. જે ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પણ મહારાષ્ટ્રની બહાર બિજા રાજ્યમાં પણ પ્રખ્યાત થઈ રહી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેં ૧.૫ કપ આખી મસુર, મગ, મઠ, નાની ચોળીને એક કપડાંમાં ફણગાંવા માટે મૂકયા.
- 2
એક દિવસ ફણગાંવ્યા પછી એને હળદર નાખીને બાફવા.
- 3
ત્યાર બાદ ગ્રેવી માટે એક મિક્ષ્ચરમા ટામેટાં, ડુંગળી, લસણ, લીલા મરચાં, આદું નાખીને પેસ્ટ બનાવી.
- 4
ત્યાર બાદ એક કડાઈમાં તેલ નાખીને હિંગ નાખીને ગ્રેવી નાખો.
- 5
પછી આ ગ્રેવીમાં બધા મસાલા (હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો) ઉમેરી અને ગ્રેવીને તેલ છુટું પડે ત્યાં સુધી પકાવી. પછી એમાં કોપરાનું છીણ નાખીને અને ફરીથી ગ્રેવીને પકવી.
- 6
ગ્રેવી તૈયાર થઈ પછી એમાં બાફેલું મિસળ નાખીને મિક્સ કરો.
- 7
પછી આ મિસળને ૧૦ મિનિટ ગ્રેવીમાં એક રસ થવા દો. પછી એમાં ફરીથી ઘીમાં લાલ મરચું નાખીને વઘાર કરો. અને એને મિસળ પર નાખો.
- 8
અને હવે આ મિસળ ખાવા માટે તૈયાર છે તો એને ચવાણું, સેવ, ચટણીઓ, દહીં તથા પાઊ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસળ પાવ (Misal paw recipy in gujrati)
#RC3#Red Recipy#cookpad_guj મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. મહારાષ્ટ્ર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને સવારે લોકો નાસ્તા માં પણ ખાવાનું પસંદ કરે છે. મિસળ ને પાઉં સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્પાઈસી વાનગી છે. કોલ્હાપુર નું મિસળ પાઉં ખુબ જ પ્રખ્યાત છે....એવું ફરસાણ જેને ચેવડા ... ડુંગળી...લીંબુ સાથે પીરસી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે . Twinkal Kalpesh Kabrawala -
-
મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
#વેસ્ટમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તે ખાવા માં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે Hiral A Panchal -
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
મિસળ પાવ એક મહારાષ્ટ્ર Pune ની ફેમસ વાનગી છે.#CT Shilpa Shah -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
#CT વડોદરા માં સુરસાગર પાસે કેનેરા કાફે નું પુના મિસળ ખૂબ વખણાય છે ઘણા વર્ષો થી લોકો કેનેરા કાફે માં ખાસ પુના મિસળ ખાવા આવે છે ખૂબ જ ટેસ્ટી હોય છે Bhavna C. Desai -
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR મિસળ પાઉં મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે .મિસળ મિક્સ કઠોળ ,મઠ કે મગ માંથી બનાવવામાં આવે છે .મેં એકલા મગ નું મિસળ બનાવ્યું છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી બન્યું છે .આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. Alpa Pandya -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasalaમિસળ પાઉં એ કોલ્હાપુર ની રેસિપી છે.. તીખું અને જનજનીત શિયાળામાં ખાવાનું મન થાય એટલે..આ મહારાષ્ટ્રીયન ડીશ માં ખડા મસાલા અને વાટણ નું ખુબ જ મહત્વ હોય છે..એટલે આ ડીશ સુપર ટેસ્ટી બને છે.. આમાં ખડા મસાલા નો ભરપુર ઉપયોગ થાય છે..તજ, લવિંગ, તમાલપત્ર,દગડફુલ,મરી, કોપરું, ખસખસ વગેરે મસાલા શરીર ને શિયાળામાં એનર્જી આપે છે..અને ડુંગળી, લસણ આદુ,મરચાં, નું વાટણ પણ સાથે જ મિક્સ કરી ને એટલે મિસળ નો મસાલો ઘરે જ બનાવી આ રેસિપી બનાવી છે Sunita Vaghela -
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે બનાવી શકાય તેવી એક ટેસ્ટી રેસીપી મિસલ પાવ. મને અને મારા ઘરના ને પણ ખુબ જ ભાવે છે.મિસલ પાવ દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે એક બેસ્ટ ઓપ્શન છે. Priti Shah -
થાણા નું ફેમસ મામલેદાર મિસળ (Thane Famous Mamledar Misal Recipe In Gujarati) )
Aamchi Mumbai Jay Maharashtra 🙏🙏 મહારાષ્ટ્રની ફેમસ વાનગી એટલે મિસળ , આજે આપણે થાણેની ફેમસ વાનગી મામલેદાર મિસળની વાત કરીએ. આ વાનગી સૌથી જુની અને જાણીતી વાનગી છે. જે 1946માં પ્રથમ થાણે વેસ્ટ મામલેદારની ઑફિસની જગ્યાએ ભાડા પર આ વ્યવસાય શરુ કરવામાં આવ્યો. ત્યાં મામલેદાર, ઓફિસરો કાયમ ખાવા માટે આ વાનગી આવતાં. તેનાં પરથી આ વાનગીનું નામ મામલેદાર મિસળ રાખવામાં આવ્યું. આ વ્યવસાયને આજે 75 વર્ષ થયા છે. હજી પણ અહીં આ જ જગ્યાએ આ વ્યવસાય એજ પરંપરાઓ સાથે ચાલે છે. હવે વાત કરીએ સ્વાદની- અહીં 2 પ્રકારનાં મિસળ મળે છે. 1- મિડિયમ મિસળ અને 2- તિખટ મિસળ. અહીં નું તિખટ મિસળ કોલ્હાપુરિ તિખટ માનવામાં આવે છે. આજે મહારાષ્ટ્રના દરેક ખુણે ખુણે અલગ અલગ પ્રકારનાં મિસળ મળે છે. પણ થાણાનાં મામલેદાર મિસળની વાત અલગ જ છે. લોકો અલગ અલગ જગ્યાએથી આ મિસળ ખાવા માટે આવે છે. વર્ષો જુનો સ્વાદ જાડવણાર મામલેદાર મિસળ આજે પણ એજ સ્થાન પર ફેમસ છે. અહીં અલગ અલગ વાનગીઓ પણ મળે છે, પણ લોકો વધુ તિખટ મિસળ પાવ જ પસંદ કરે છે. મેં પણ આજે મારા સીટીની ફેમસ વાનગી મામલેદાર તિખટ મિસળ ઘરે એજ પ્રકારે બનાવી છે. આશા રાખું છું કે આપ સૌને મારી આ વાનગી ગમશે.#CT#Cookpadindia#Cookpadgujrati#Mamledar spicy misal pav ( Thane famous) Vaishali Thaker -
પુનેરી મિસળ (Puneri Misal Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindia#Punerimisal મહારાષ્ટ્રની આ એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ છે.જેમકે, થાણે મિસળ, કોલ્હાપુરી મિસળ, સતારી મિસળ, વગેરે વગેરે.. એમાંથી મેં પણ અહીં પુનેરી મિસળ બનાવેલ છે.આ વાનગી સ્વાદિષ્ટ તો છે પણ તેમાં લહેજત પણ વધુ છે.મિસળપાવ એ આરોગ્યદાઈ કઠોળ સાથે ટામેટાં અને કાંદાનો તીખો સ્વાદ તે ઉપરાંત તેમાં વાપરેલ મસાલા પાઉડર અને ખાસ તૈયાર કરેલ નારિયેળ-કાંદાનો મસાલો તેની તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં મિક્સ ફરસાણ,બટાટાની સૂકી ભાજી,દહીં,લાદીપાવ સાથે આ મિસળને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે. આ મહારાષ્ટ્રની ટ્રેડીશન્લ વાનગી છે. જે અલગ જ પ્રકારના મસાલા સાથે બને છે. માટે જ મહારાષ્ટ્રમાં આવેલ દરેક સ્ટ્રીટ પર મળતું ફેમશ ફુડ એટલે મિસળપાવ ગણાય છે. Vaishali Thaker -
-
મિસળ પાઉં
મિસળ પાવ મહારાષ્ટ્ર રેસીપી છે. તેથી મસાલેદાર વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે ્ Rajni Sanghavi -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રસિદ્ધ વાનગી છે. મિસળ વિવિધ પ્રકારના હોય છે જેમકે પૂના મિસળ, નાશિક મિસળ, કોલ્હાપુરી મિસળ વગેરે. જેની બનાવટ માં વૈવિધ્ય ના કારણે આ પ્રકાર અલગ અલગ પ્રદેશ ના મિસળ ને દર્શાવે છે. મિસળ બનાવવા માટે મુખ્ય ઘટક ફણગાવેલા મઠ હોય છે જેને તીખા રસા સાથે પીરસવામાં આવે છે. આ તીખી ચટાકેદાર ડીશ ઉપર થી સમારેલી ડૂંગળી, કોથમીર અને ચવાણું (જેને ફરસાણ તરીકે ઓળખવામાં આવે છે) તેની સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
મિસળ પાવ (ઓરિજીનલ કોંકણી રેસીપી)(Misal Pau Recipe In Gujarati)
#trendઆજે મે જે રેસીપી બનાવી છે એ એકદમ કોંકણી રીત થી બનાવી છે થોડી લાંબી છે પણ ઑથેન્ટિક ડિશ એટલી જ ટેસ્ટી પણ હોય છે. તમે પણ ટ્રાય કરજો આ મિસળ પાવ. Santosh Vyas -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
મીસલ પાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.આમ તો મિસળ સ્પ્રાઉટ્સ માંથી બને છે.પણ જૈન સ્પ્રાઉટ્સ ખાતા ના હોવાથી મે અન્હિયા એકલા બાફેલા કઠોળ માંથી બનાવી છે.અને સૂકા મસાલા વાટી ને મિસળ બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.#PS Nidhi Sanghvi -
-
આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું. Richa Shahpatel -
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#trendપોસ્ટ 1મે આજે પહેલી વાર જ બનાવ્યા છે તો પણ બહુ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો Vk Tanna -
-
જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
આ મિસળ પાઉં માં મેં ફણગાવેલા મગ, મઠ નાં બદલે ઇન્સ્ટન્ટ બનાવવા માટે મગ, મઠ ને બૉઇલ કરીને ઉપયોગ કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
મિસળ પાણીપુરી
#ફાસ્ટફૂડ#કઠોળદોસ્તો મિસળ અને પાણીપુરી તો બધા ઘણી વાર ખાધી હશે.. પણ આજે આપણે આ બંને નું કોકટેલ મિસળ પાણીપુરી ટ્રાય કરશું..તો દોસ્તો ચાલો રેસિપી હોય લઈએ.. Pratiksha's kitchen. -
પૂના મિસળ (Pune Misal Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindiaઆ રેસિપી એકદમ helthy છે Arpita Kushal Thakkar -
પુના મિસળ(puna misal recipe in gujarati)
વડોદરા નું જાણીતું કેફે કર્ણાટકનો મિસળ બહુ જ ફેમસ છે એમાં મેં જૈન બનાવવાનો ટ્રાય કર્યો છે Nipa Shah -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
પુના માં આવીએ અને આ recipe બનાવી ને ખાઈએનહિ ત્યાં સુધી પુના ની visit અધૂરી ગણાય .તો આજે મે પુના મિસળ બનાવ્યું છે .બહાર જેવા તીખા સ્વાદ વાળુ તો ના જ બને, પણ મારા ટેસ્ટ મુજબ ચોક્કસ બનાવ્યું છે..લારી માં મળતા મિસળ પાઉં માં સાઇડ ડિશ માં મસાલા પૌંઆ,બાફેલા બટાકા નો મસાલા માવો અને તરી એક્સ્ટ્રા આપતા હોય છે .પરંતુ મેં ઘર માં actul જે નોર્મલ રીતે ખવાય એ પ્રમાણે બનાવ્યું છે. ફક્ત તળેલા ફ્રાઈમ્સ મૂક્યા છે.. Sangita Vyas
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
- મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
- જૂનાગઢના સ્પેશ્યલ વણેલા ગાંઠીયા (Junagadh Special Vanela Ganthiya Recipe In Gujarati)
- કોકમ નું શરબત..!!!
ટિપ્પણીઓ (10)