ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#RC4
ભીંડી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. આપણે અલગ અલગ રીતે ભીંડી ની સબઝી બનાવીએ છીએ. અહી ખૂબ જ સરળ એવી ભીંડી મસાલા સબઝી બનાવેલ છે.

ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)

#RC4
ભીંડી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. આપણે અલગ અલગ રીતે ભીંડી ની સબઝી બનાવીએ છીએ. અહી ખૂબ જ સરળ એવી ભીંડી મસાલા સબઝી બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામભીંડી
  2. 3-4 ટેબલસ્પૂનતેલ
  3. 1/2 ટીસ્પૂનરાઈ
  4. 1/2 ટીસ્પૂનજીરુ
  5. 1/4 ટીસ્પૂનહિંગ
  6. 1/2 ટીસ્પૂનહળદર
  7. 1 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર
  8. 1 ટીસ્પૂનધાણાજીરું
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1/2 ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  11. 1 ટેબલસ્પૂનબારીક સમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડી ને ધોઈ ને કોરા કપડાં થી બરાબર લૂછી લો. ત્યારબાદ તેને સમારી લો.

  2. 2

    હવે એક લોયા માં અથવા કઢાઈ માં તેલ ગરમ કરો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું તતડાવો.

  4. 4

    ત્યારબાદ હિંગ અને લસણ ની પેસ્ટ ઉમેરી લો. હવે સમારેલ ભીંડી ઉમેરી ને મિક્સ કરી લો.

  5. 5

    ત્યારબાદ હળદર અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરી અને ધીમા તાપે શાક ચડવા દો.

  6. 6

    થોડી થોડી વારે શાક ને ચમચા થી હલાવતા રહેવું જેથી તળિયે બેસી ન જાય.

  7. 7

    ભીંડી ચડવા આવે પછી તેમાં લાલ મરચુ પાઉડર અને ધાણાજીરું ઉમેરો. મિક્સ કરો અને થોડી વાર ચડવા દો.

  8. 8

    શાક બરાબર ચડી જાય પછી તેમાં કોથમીર ભભરાવી દો.

  9. 9

    તૈયાર છે ભીંડી મસાલા. ગરમ ગરમ શાક ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes