દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)

સમર વેજીટેબલ ચેલેન્જ
#SVC: દહીં મસાલા ભીંડી
અમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી.
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ
#SVC: દહીં મસાલા ભીંડી
અમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ કોરા કરી ને અને લાંબા લાંબા સમારી લેવા.
- 2
એક બાઉલમાં ભીંડા નાખી તેમાં ચણાનો લોટ મીઠું હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરુ બધી જ સામગ્રી નાખી ને મિક્સ કરી લો.
- 3
એક પેનમાં ૩ ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ભીંડા નાખી દેવા. અને મિક્સ કરી લેવું. ૩/૪ મીનીટ સુધી સાંતળી લેવા. ઢાંકણ ઢાંકી દેવું ધીમા તાપે ચડવા દેવા.ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
ટામેટાં ને મિક્સર જારમાં ક્રશ કરી લેવા ડુંગળી ને જીણી સમારી લેવી.
- 5
બીજી પેનમાં ૩ ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ અને સૂકા લાલ મરચાં નાખી દેવા ત્યારબાદ તેમાં જીણી સમારેલી ડુંગળી નાખી દેવી.
- 6
ડુંગળી માં મીઠું નાખી દેવું પછી તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલા ટામેટાં 🍅 નાખી અને બધા મસાલા નાખી ને ગ્રેવી ને ઉકળવા દેવી.
- 7
ગ્રેવી માં થી તેલ છૂટું પડે એટલે તેમાં એક વાટકી દહીં નાખવું અને સતત હલાવતા રહેવું જેથી કરીને દહીં ફાટે નહીં.
ત્યારબાદ તેમાં સાંતળેલા ભીંડા મિક્સ કરી દેવા સરસ રીતે મિક્સ કરી લેવું અને ૨/૩ મીનીટ સુધી થવા દેવું. - 8
Serving બાઉલમાં કાઢી કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું
તો તૈયાર છે
#SVC :દહીં મસાલા ભીંડી
આજે હું શાક માં કોથમીર નાખતા ભૂલી ગઈ. જમવા ટાઈમે યાદ આવ્યું. 🤔
Similar Recipes
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આજે મેં પ્રિમિકસ મસાલો નાખીને મસાલા ભીંડી બનાવી હતી એકદમ ટેસ્ટી 😋 બની હતી. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું મસાલા વાળુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં મસાલા ભીંડા બનાવ્યા. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ડ્રાય જ થતું હોય છે અને મેળવણ માં બટાકા નાખીને બનાવતા હોઇએ છીએ..પણ આજે મે દહીં માં બનાવ્યું છે અને બહુ જ યમ્મી થયું છે . Sangita Vyas -
સેવ તુરિયા નું શાક
#RB7 સેવ તુરિયા નું શાકઅમારા ઘરમાં બધાને તુરિયા નું શાક બહુ જ ભાવે તો આજે મેં એમાં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ટિંડોરા નું શાકટિંડોરા નું શાક એકલા તેલમાં સાંતળી ને કરવાથી એકદમ crunchy અને ટેસ્ટી લાગે છે.તો આજે મેં ટિંડોરા નું શાક બનાવ્યું. Sonal Modha -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ગલકા નું શાકસમરમા ગલકા તુરીયા ભીંડા દૂધી એ બધા શાકભાજી બહું જ મળતા હોય છે. તો આજે મેં ગલકા નું લસણ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડી આલુ મસાલા (Bhindi Aloo Masala Recipe In Gujarati)
#EB#Post1#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં શાકભાજી માં ભીંડા બહુ સારા આવે.મારા પોણા ત્રણ વર્ષ ના દીકરા ને પણ ભીંડા નું શાક બહુ જ ભાવે માટે હું એને અલગ અલગ રીત થી ભીંડા નું શાક બનાવી ને ખવડાવું.મસાલેદાર આલુ ભીંડી આલુ ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે. Bansi Chotaliya Chavda -
કુરકુરી ભીંડી આલુ સબ્જી
#RB16 : કુરકુરી મસાલા ભીંડી આલુ સબ્જીદરરોજ ના જમવાના માં લીલા શાકભાજી નો ઉપયોગ કરવો જોઈએ. ભીંડા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો મેં આજે તેમાં થોડું વેરિએશન કરી ને શાક બનાવ્યું છે. Sonal Modha -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દહીં બેસન સરગવો (Dahi Besan Saragva Recipe In Gujarati)
સરગવો ના ઘણા બધા ફાયદા છે. અમારા ઘરમાં બધાને સરગવો બહું જ ભાવે તો આજે મેં દહીં બેસન સરગવો બનાવ્યો. Sonal Modha -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani -
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાકઅમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે. Sonal Modha -
ભરવા ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)
#SVCભીંડા ને બાળકો ની રાષ્ટ્રીય ફેવરિટ શાક જાહેર કરવો જોયે. ભીંડો નામ સાંભળતાજ બાળકો ખુશ ખુશ થાય જતા હોય છે ભાગ્યે જ કોઈ બાળક એવું હશે જેને ભીંડા નહિ ભાવતા હોય. એમાં પણ અલગ પ્રકાર, કોઈ ને સાદું ભીંડા નું શાક, કોઈ ને દહીં ભીંડી, કોઈ ને ભરવા ભીંડી તો કોઈ ને ભીંડી ફ્રાય કેટ કેટલાય .... પણ અંતે તો મૂળ માં ભીંડા જ રેવાનાં. મારા બાળકો ને તો સાદું ભીંડા ટેક નું શાક જ ભાવે પણ અમને સાસુ વહુ ને ભરવા ભીડ બહુ ભાવે એટલે મેં બાયું હરવા ભીંડી. Bansi Thaker -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
મસાલા દહીં ભીંડી
#મિલ્કી#દહીંરેગ્યુલર ભરેલા ભીંડા બનાવીએ એ રીતે મસાલા ભીંડા બનાવી ઉપરથી ચણાનો લોટ છાંટી દહીં ઉમેરી આ શાક બનાવ્યું છે. ચણાનો લોટ અને દહીં આ શાક ને લચકા પડતું અને સ્વાદિષ્ટ બનાવે છે. Pragna Mistry -
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
ભીંડા નુ શાક તો બધા જ બનાવે છેઅલગ અલગ રીતે બને છેમે અહીં થોડુ ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમેગી મસાલા નાખવા થી સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે#EB chef Nidhi Bole -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
મસાલા ભીંડા (Masala Bhinda Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ભીંડા સારા આવે છે .હંમેશા ભીંડા નું એક જ રીત નું શાક ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા ભીંડી બનાવો .ખૂબ જ સરસ બને છે . Keshma Raichura -
-
ક્રિસ્પી ભીંડી મસાલા (Crispy Bhindi Masala Recipe In Gujarati)
#EB#WEEK1#cookpadindia#bhindiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ??આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા એ બુકના ફસ્ટ વિક માટે ભીંડી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ભીંડા અમારા ઘરમાં બધા ના સૌથી પ્રિય છે, ખાસ કરીને મારા દીકરાને ભીંડા ખૂબ જ ભાવે છે. ભીંડા અને રોજ પણ બનાવી આપો ને તો પણ એ ના નઈ પાડે.આજે અહીંયા ભીંડાને તળીને એનું શાક બનાવ્યું છે. જનરલી અહીંયા સાઉથ ગુજરાતના રસોઇયાઓ પ્રસંગોમાં બનાવતા હોય છે. એક ગ્રેવીવાળું શાક અને જે બીજું કોરું શાક બનાવવામાં આવે છે એમાં ભીંડાને ફ્રાય કરીને શાક બનાવે છે.તો ચાલો આજે આપણે અહીંયા ભીંડા ની ક્રિસ્પી સબ્જી ની રેસિપી જોઈ લઈએ. Dhruti Ankur Naik -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
આમ તો આ આપણું ગુજરાતી શાક છે પણ આજ કાલ બાળકો ને ગુજરાતી રીતે બનાવેલ શાક ભાવતું નથી તો આજે મેં ભીડાના શાકને પજાબી રીતે બનાવવાનો પ્રયાસ કરીઓ છે જે માં હું સફળ થઇ છું મારી વાનગી ઘરમાં બધાને બોજ પસંદ આવી. તો ચાલો બનાવીએ ભીંડી મસાલા.#EB#Week1#ભીંડી મસાલા Tejal Vashi -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya -
કુરકુરી ભીંડી (Kurkuri bhindi recipe in Gujarati)
ભીંડા એ એવું શાક છે જે લગભગ બધાને ખૂબ જ પસંદ આવે છે. ભીંડા કોઈપણ પ્રકારે બનાવવામાં આવે, એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ કુરકુરી ભીંડી ની મજા કંઈક અલગ જ છે. ભીંડાને કાપી, એમાં લોટ અને મસાલા મિક્સ કરીને તળીને કુરકુરી ભીંડી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભીંડી એટલી બધી ક્રિસ્પી બને છે કે આપણે ચિપ્સ ખાતા હોઈએ એવું લાગે. આ ડિશ નાસ્તા, સ્ટાર્ટર કે પછી મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#સાઈડ#પોસ્ટ4 spicequeen -
દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati દહીં ભીંડી મસાલા એ એક સ્વાદિષ્ટ વાનગી છે જેમાં ભીંડાને સંપૂર્ણપણે રાંધવામાં આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવામાં આવે છે અને પછી તેને ટેન્ગી ટામેટાં-દહીંની ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. મારા કુટુંબના મેનુમાં આ એક વિશેષ વાનગી છે કારણ કે તે મારા બાળકો ની અતિ પ્રિય શાક છે..જેને તમે દહીં વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ