ભીંડી કાજુ મસાલા

#શાક
સરળ પણ સ્વાદિષ્ટ ભીંડી કાજુ મસાલા એ ફૂલકા રોટલી સાથે પીરસવા માં આવતું શાક છે. સામાન્ય રીતે ભીંડી મસાલા બનાવવા માં આવે છે પણ મે કાજુ નો ઉપયોગ કરી ને આ રેસિપી ને અનોખી બનાવી છે. આ ભીંડી કાજુ મસાલા તમે ફુલ્કા રોટલી અને દહીં સાથે સર્વ કરી શકો છો.
ભીંડી કાજુ મસાલા
#શાક
સરળ પણ સ્વાદિષ્ટ ભીંડી કાજુ મસાલા એ ફૂલકા રોટલી સાથે પીરસવા માં આવતું શાક છે. સામાન્ય રીતે ભીંડી મસાલા બનાવવા માં આવે છે પણ મે કાજુ નો ઉપયોગ કરી ને આ રેસિપી ને અનોખી બનાવી છે. આ ભીંડી કાજુ મસાલા તમે ફુલ્કા રોટલી અને દહીં સાથે સર્વ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ભીંડા ને લાંબી ચીરી ના આકાર માં કાપી લો.
- 2
તમે ચાહો તો ભીંડા ને ગોળાકાર માં પણ કાપી શકો છો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
- 4
તેલ ગરમ થાય એટલે તેમાં થોડો ભીંડો નાખી ને તળી લો.
- 5
ભીંડો થોડો કરકરો થાય ત્યાં સુધી તળો.
- 6
આ પ્રકારે બધો ભીંડો તળી લો.
- 7
તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો.
- 8
બારીક કાપેલું લસણ નાખો અને તે ગુલાબી થાય ત્યાં સુધી તળો.
- 9
ત્યાર બાદ ટામેટા નાખો અને મિક્સ કરો.
- 10
ટામેટા ચડે એટલે તેમાં સ્વાાનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું નાખી ને મિક્સ કરો.
- 11
૧ મિનિટ સુધી ગ્રેવી ને ચડવા દો.
- 12
ત્યારબાદ ગરમ મસાલો અને કાજુ નો ભુક્કો નાખો.
- 13
બરાબર મિક્સ કરો.
- 14
જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
- 15
ફરી એક મિનિટ સુધી ગ્રેવી ને ચડવા દો.
- 16
ત્યાર બાદ તેમાં તળેલો ભીંડો નાખી ને મિક્સ કરો.
- 17
૧/૨ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.
- 18
હવે ગેસ બંધ કરી દો.
- 19
ભીંડા ને સર્વિંગ બાઉલ માં કાઢી ને ઉપર થી કાજુ અને કોથમીર વડે સજાવો.
- 20
ભીંડી કાજુ મસાલા ને ગરમા ગરમ ફુલકા રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પાઉં
#star#જોડીડીનર માં કંઇક નવું ખાવું હોય તો આ એક સરળ રેસિપી છે. તમે આ રગડા ને પાઉં અથવા પેટીસ સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
-
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#RC4ભીંડી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. આપણે અલગ અલગ રીતે ભીંડી ની સબઝી બનાવીએ છીએ. અહી ખૂબ જ સરળ એવી ભીંડી મસાલા સબઝી બનાવેલ છે. Shraddha Patel -
કાઠીયાવાડી કાજુ-ગાઠિયા નુ શાક
#શાક- કાજુ-ગાઠિયા નુ શાકઆ કાઠિયાવાડી રેસીપી છે, બહુ ટેસ્ટી લાગે છે,રોટલો કે રોટલી સાથે ખાઈ શકાય છે. Tejal Hitesh Gandhi -
મસાલા કાજુ કરી (Masala Kaju Curry Recipe In Gujarati)
#EB#WEEK3મસાલા કાજુ કરી મેઇન ડીશ તરીકે સર્વ થાય છે North Indian થાલી માં.. મસાલા કાજુ કરી મારી ફેવરિટ ડીશ છે. Rachana Sagala -
મસાલા ભીંડી
#માઇલંચહમણાં બધે લોકડાઉન છે. તો ઘર માં જે હોય તેમાંથી જ બેસ્ટ વાનગી બનાવી પડે છે. મારી પાસે ચણા નો લોટ પતી ગયો હતો અને ઘર માં બધા ને મસાલા ભીંડી ની ખાવા ની બહુ ઈચ્છા હતી. લોકડાઉન ને લીધે ચણા નો લોટ માલી શકે તેમ નહતું તો મેં ઘરમાં મિક્સ ચવાનું પડ્યું હતું તો તેમાંથી જ મસાલા ભીંડી બનાવ્યું. ફ્રેન્ડ્સ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું હતું.આજે તમારી જોડે મારી આ રેસિપી શેર કરી રહી છું.એકદમ લગ્ન પ્રસંગે મળે તેવો ટેસ્ટ છે. Kripa Shah -
પનીર શશલિક સિઝ્લર વીથ મખ્ખની સોસ
#starસિઝલર્ એ મારી ફેવરિટ રેસીપી છે. મારા પરિવારમાં બધાને સિઝલર્ ખૂબ જ ભાવે છે. તમે આ સિઝ્લર રાત્રિ ના ભોજન માં બનાવી ને સર્વ કરી શકો છો. પનીર શશલિક સિઝ્લર માં મુખ્ય ઘટક પનીર છે. આ ઉપરાંત મસાલા રાઈસ, ચીઝ બોલ્સ, સ્પગેટી અને મિક્સ વેજિટેબલ પણ આ સિઝ્લર નો ભાગ છે. આ ઉપરાંત સિઝ્લર સાથે સર્વ કરવા માટે મખ્ખની સોસ પણ બનાવ્યો છે. કાજુ ની પેસ્ટ માંથી બનેલો આ મખ્ખની સોસ સિઝ્લર ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. Anjali Kataria Paradva -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
રજવાડી ખીચડી
#ચોખાઆ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે. Krupa Kapadia Shah -
ક્રિસ્પી મસાલા ભીંડી બાઇટ્સ (Crispy masala bhindi bites recipe in Gujarati)
#માઇઇબુકઆ વાનગી મારી સ્પેશિયાલીટી છે અને ઘર માં ખુબ ભાવે છે કે દરેક વિક માં એકવાર બને જ છે. અને મને પોતાને ભીંડી ખૂબ જ ભાવે છે. રેગયુલર શાક તો બનાવતા જ હોઈએ પણ આ રીતે બનાવી ને ખાવાનો પણ એક અલગ આનંદ છે. Chandni Modi -
ભીંડી મસાલા, નો ઓઇલ, મોસ્ટ ચેલેંજીંગ
#Theincredibles#તકનીકબાફવું.માસ્ટર શેફ ચેલેન્જ વીક :૨ભીંડી મસાલા, દોસ્તો ભીંડી મસાલા નું નામ આવે એટલે તેલ માં લથપથ થયેલી ભીંડી નજર સામે આવે... પણ દોસ્તો માસ્ટર શેફ ચેલેન્જ સ્ટીમ ની તકનીક વાપરી છે..એટલે એક ટીપું પણ તેલ નો વપરાશ કર્યા વિના આજે આપણે સ્ટીમ ભીંડી મસાલા બનાવશું.. હા દોસ્તો ભીંડી મસાલા આજે આપણે બાફ થી બનાવશું.. અને માટીના વાસણો નો ઉપયોગ કરીશું.. જે ન્યુટ્રીશન થી ભરપુર છે...તો ચાલો દોસ્તો આપણે સ્ટીમ ભીંડી મસાલા બનાવશું... જે ખાવામાં ફ્રાય ભીંડી મસાલા કરતા પણ વધુ ટેસ્ટી લાગે છે... Pratiksha's kitchen. -
ઢાબા સ્ટાઈલ કાજુ મસાલા
આ વાનગી ખૂબ જ સરળ છે..અને તમે સરળતા થી ઘરે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ માણી શકો છો.#કાજુ મસાલા#kaju #masala Vaishali Kotak -
વાનવા
#દિવાળીવાનવા એ ગુજરાતી ફરસાણ છે. જે ખાસ કરી ને જન્માષ્ટમી, દિવાળી અને નવરાત્રી જેવા ઉત્સવોમાં બનાવવા માં આવે છે. ચણા ના લોટ માંથી બનાવવા માં આવતું આ ફરસાણ કાઠીયાવાડ માં ખુબ જ પ્રખ્યાત છે. તેમજ ઘરે બનાવી શકીએ તેવું છે. વાનવા સાથે જો ચણા ના લોટ ના લાસા લાડુ હોય તો મજા પડી જાઈ છે. આ વા ને તમે ૧૦ દિવસ સુધી એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી શકો છો અને ચા સાથે તેની મજા માણી શકો છો. Anjali Kataria Paradva -
દેશી બ્રુશેટા ડિસ્ક
#હેલ્થી#goldenapron#post23આ વાનગી માં મોટા રીંગણ ની કાતરીઓ કરી રવો લગાડીને બેવ બાજુ થોડું તેલ મૂકી ને શેકી લીધી છે. કાતરીઓ બરાબર શેકાઈ જાય એટલે એની ઉપર સાંભરીયું ફેલાવીયું અને એની ઉપર દહીં અને ગળી ચટણી સાથે પીરસવા માં આવ્યું છે. Krupa Kapadia Shah -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
ભીંડી મસાલા (bhindi masala recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post 25ભીંડી મસાલા બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે ભીંડી મસાલા માં મસાલો જ મેઇન છે મસાલો ભરપૂર હોય તો જ ખાવાની મજા આવે છે થોડી વાર લાગે છે... પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Hetal Vithlani -
કાજુ બટર મસાલા(Kaju Butter Masala Recipe in Gujarati)
કાજુ બટર મસાલા એ રોયલ ડિનર છે પાર્ટી ડિનર છે. કાજુ બટર મસાલા એ બાળકો વૃદ્ધો અને યુવાનો બધાને પણ પસંદ આવે એવી રેસિપી છે. જેને કરી અને પંજાબી ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. કાજુ બટર મસાલા એ સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ડીશ છે. પંજાબી રેડ ગ્રેવી સાથે કાજુ બટર મસાલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. #GA4#week5#CASHEW#કાજુ બટર મસાલા Archana99 Punjani -
વેજિટેબલ ફ્રેન્કી
#ભરેલી#સ્ટારફ્રેન્કી મેંદા અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. તેની વચ્ચે બટેકા નો મસાલા માંથી તૈયાર કરેલી ટીકી મૂકવામાં આવે છે. આ ટીકી કોઈપણ ફ્લેવરની હોય છે. બટેકાની ની જગ્યાએ મનચુરીયન પનીર વગેરે પણ મૂકી શકાય છે. આ એક સરળ રેસિપી છે. તેમજ નાના બાળકોને ખુબ જ પસંદ છે. બાળકો ના ટિફિન માટે આ પરફેક્ટ રેસિપી છે. Anjali Kataria Paradva -
મસાલા દહીં ભીંડી
#મિલ્કી#દહીંરેગ્યુલર ભરેલા ભીંડા બનાવીએ એ રીતે મસાલા ભીંડા બનાવી ઉપરથી ચણાનો લોટ છાંટી દહીં ઉમેરી આ શાક બનાવ્યું છે. ચણાનો લોટ અને દહીં આ શાક ને લચકા પડતું અને સ્વાદિષ્ટ બનાવે છે. Pragna Mistry -
પનીર સ્ટફડ્ ભીંડી
ભીંડી ને ઘણી રીતે બનાવવા મા આવે છે, પનીર સ્ટફિગ સાથે વધારે મસ્ત લાગે છે, ભીંડી ને અલગ રીતે ખાવી હોય તો,, આ વાનગી બનાવી શકાય, પનીર સ્ટફિગ પણ એક રેસીપી જ છે, એક સાથે બે વાનગીઓ બની જાય છે. Nidhi Desai -
પાતળ ભાજી(patal bhaji recipe in gujarati)
#સુપરશેફ4આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. ચણા ની દાળ અને અળવી ના પાન મા થી બનાવવા માં આવતું શાક છે.ખૂબજ હેલ્ધી છે.અને ટેસ્ટી પણ ખૂબ છે.આ શાક રોટલી,પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો.રાત્રી ના ભોજન મા આ શાક પરાઠા સાથે ખૂબજ ટેસ્ટી લાગશે. Mamta Kachhadiya -
મિક્સ વેજિટેબલ પરોઠા
#ભરેલી#starમિક્સ વેજીટેબલ પરોઠા માં મે બટેટા, કાંદા, કોબી, ગાજર, પાલક અને બીટ નો ઉપયોગ કર્યો છે. બાળકો ઘણી વાર શાક ખાવા ની ના પાડતા હોય છે. ત્યારે તમે વિવિધ શાક નું મિશ્રણ કરી ને પરોઠા બનાવી ને પીરસી શકો છો. આ પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે અને બાળકો તથા પરિવાર ના નાસ્તા માટે શોભે તેવી રેસિપી છે. Anjali Kataria Paradva -
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel -
ભીંડી મસાલા
#goldenapron3#week - 5#સબ્જી -પઝલ ભીંડી મસાલા એ મેં આજે રસોઈ માં બનાવી છે. અનેઅમારી ફેવરેટ છે. નાના ભીંડા ને વચ્ચે થી કટ કરી ને મસાલો સ્ટફ કર્યો છે. Krishna Kholiya -
-
મસાલા કાજુ બદામ (masala kaju badam recipe in Gujarati)
#GA4#week9#dry fruit ,ડ્રાય ફ્રુટ દિવાળી ના તહેવાર માટે મહેમાન આવે ત્યારે ફટાફટ બનાવી ને અથવા બનાવી ને રાખી શકાય. અને હેલ્ધી પણ છે.. તો જોઈએ .. ડ્રાયફ્રુટ મસાલા કાજુ બદામ. Krishna Kholiya -
-
કુરકુરી ભીંડી આલુ સબ્જી
#RB16 : કુરકુરી મસાલા ભીંડી આલુ સબ્જીદરરોજ ના જમવાના માં લીલા શાકભાજી નો ઉપયોગ કરવો જોઈએ. ભીંડા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો મેં આજે તેમાં થોડું વેરિએશન કરી ને શાક બનાવ્યું છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ