કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

#EB
# week13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ કંકોડા
  2. ૧ નંગ (નાનું) બટાકુ
  3. ૧ ચમચીરાઈ
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. ૧ ચમચીખાંડ
  8. ૩ ચમચા તેલ
  9. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કંકોડા ને સરખી રીતે ધોઈ ને કોરા કરી નાખવા. ej રીતે બટાકા ને પણ ધોઈ ને રાખવું. બટાકા નાખવા જરૂરી નથી એકલા કંકોડા નું શાક પણ કરી શકાય અહી મે કંકોડા સાથે બટાકા નો ઉપયોગ કર્યો છે.

  2. 2

    ત્યારબાદ કંકોડા ની છાલ કાઢી ને લાંબા સમારવા ને બટાકા ને પણ છાલ કાઢી નેએજ રીતે લાંબા સમારવા.

  3. 3

    પછી લોઢાની કઢાઈ માં તેલ ગરમ કરી ને રાઈ નો. વઘાર કરવો. પછી તેમાં કંકોડા ને બટાકા નાખવા.

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું, હળદર, ધાણાજીરુ, મરચું, નાખી ને એક થાળી ઢાંકી ને શાક થવા દેવું.

  5. 5

    લોઢાની કઢાઈ માં શાક કરવાથી શાક ક્રિસ્પી થાય છે

  6. 6

    થોડીવાર પછી શાક હલાવતા રેહવું જેથી એમાં બધો મસાલો મિક્સ થઈ જાય પછી ઢાંકેલી થાળી લઈ લેવાની ને એમનેમ શાક શીજવા દેવાનું. શાક થઈ જાઈ પછી તેમાં ખાંડ નાખવી. પછી શાક તૈયાર થઈ જાય એટલે ઉપરથી થોડું ધાણાજીરુ નાખી ને એક બાઉલ માં સર્વે કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

ટિપ્પણીઓ

Similar Recipes