ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer

#EB
ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ઇંડિયન અને આમ કહેવાય તો કઠિયાવાડી રૂપ છે. ધઉં ના કરકરા લોટ માં થી બનેલી ભાખરી ઉપર જાતજાતના શાક, સોસ અને ચીઝ નાં ઉપયોગ થી એક્દમ મનપસંદ વાનગી બને છે જે રેગ્યુલર મેંદા નાં રોટલા કરતા એક સરળ અને ઘરે જ બની શકે એવો સ્વાસ્થ્યવર્ધક પ્રયોગ છે.

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

#EB
ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ઇંડિયન અને આમ કહેવાય તો કઠિયાવાડી રૂપ છે. ધઉં ના કરકરા લોટ માં થી બનેલી ભાખરી ઉપર જાતજાતના શાક, સોસ અને ચીઝ નાં ઉપયોગ થી એક્દમ મનપસંદ વાનગી બને છે જે રેગ્યુલર મેંદા નાં રોટલા કરતા એક સરળ અને ઘરે જ બની શકે એવો સ્વાસ્થ્યવર્ધક પ્રયોગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપભાખરી નો લોટ (કરકરો લોટ)
  2. પાણી જરૂર મુજબ
  3. 4 ચમચીતેલ
  4. 1 ચમચીબટર
  5. 1/2 કપ પીઝા સોસ આશરે
  6. ચીઝ જરૂર મુજબ
  7. 1નાનું કેપ્સિકમ
  8. 1મીડિયમ કાંદો
  9. 1મીડિયમ ટામેટું
  10. 2 ચમચીબાફેલી મકાઈ
  11. 2 ચમચીચીલી ફ્લેક્સ
  12. 2 ચમચીઓરેગાનો કે મિક્સ હર્બ
  13. 6-7 ટૂકડાપનીર
  14. 1 ચમચીમલાઈ કે ફ્રેશ ક્રીમ
  15. 1/4 ચમચીકસુરી મેથી
  16. 1/2 ચમચીપનીર ટીક્કા મસાલા
  17. 1/4 ચમચીમરી પાઉડર
  18. 1/4 ચમચીકાશ્મીરી લાલ મરચું
  19. મીઠું સ્વાદ મુજબ
  20. પોમેગ્રેનેટ મોજિતો મોકટેલ (Pomegranate Mojito Mocktail) બનાવા માટે
  21. 2લીંબુ ની સ્લાઇસ
  22. 2 ચમચીદાડમ
  23. 7-8પુદિના નાં પાન
  24. 1 ગ્લાસલીંબુ સોડા
  25. સર્વિગ માટે પુદિના ની ડાળી અને લીંબુ ની છાલ નું ગુલાબ જેવું બનાવેલું ફૂલ

રાંધવાની સૂચનાઓ

30-45 મિનિટ
  1. 1

    કણક ના એકસરખાં ત્રણ ભાગ કરી ને પ્રમાણ માં સહેજ જાડી એવી ભાખરી વણી લો અને ઉપર સહેજ કાપા પાડો. એકસરખાં આકાર માટે કટર નો ઉપયોગ કરી શકાય જેથી માપ માં બધી સરખી લાગે.

  2. 2

    ભાખરી ને મીડિયમ ગેસ પર તવા પર ધીમે ધીમે શેકી લેવી. કડક થવા માટે દબાવી ને શેકવી. કોઈ એક બાજુ સહેજ ઓછી શેકવી જેને પીઝા બનાવતી વખતે નીચે ની બાજુ રાખવી.

  3. 3

    ભાખરી પર પહેલા પીઝા સોસ બરાબર લગાવી સહેજ ચીઝ નું છીણ ભભરાવો.(ભાખરી મા કોઈ પણ ભાગ સોસ વગર ના રહી જાય એનું ધ્યાન રાખવું..)

  4. 4

    હવે ઉપર સમારેલા કાંદા, કેપ્સિકમ ટામેટાં, મકાઈ ને વ્યવસ્થિત રીતે ગોઠવી, સહેજ મીઠું ભભરાવો. હવે ફરી ચીઝ ભભરાવી ને ઓરેગાનો અને પેપરિકા ભભરાવો.

  5. 5

    પછી તવી ગરમ કરીને બટર થી સહેજ ગ્રીસ કરીને પીઝા મુકી ઢાંકી ને ચીઝ પીગળે ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરો.

  6. 6

    પનીર ના ટોપીંગ વાળા પીઝા માટે મલાઈ માં મીઠું, મરી પાઉડર, કાશ્મીરી મરચું, કસુરી મેથી અને પનીર ટીક્કા મસાલા ને બરાબર મિક્સ કરીને પનીર ના ત્રિકોણ પીસ કરી ને મેરિનેટ કરો. હવે સ્મોકી ફ્લેવર માટે કોલસા ને ગરમ કરી લાલ થાય એટલે ઉપર થોડું બટર લઈ ને તેનો ધુમાડો મેરિનેટેડ પનીર ને આપો(દુંગાર આપીએ એમ). હવે પછી તેને એકાદ ચમચી તેલ માં સહેજ 2-3 મિનિટ ગરમ કરી લેવું. (ઓવન કે માઇક્રોવેવ માં પીઝા બનાવતા હોય તો પનીર ને ગરમ નહીં કરો તો પણ ચાલશે)

  7. 7

    હવે ભાખરી પર પીઝા સૉસ, અને ટામેટાં ગોઠવી વચ્ચે ચીઝ નાં છીણ પર પનીર ના પીસ, મકાઈ અને કેપ્સિકમ ગોઠવી ઉપર થી ચીઝ લઈ લૉ.

  8. 8

    આને પણ ધીમા તાપે ઢાંકી ને ગરમ કરવું

  9. 9

    છેલ્લે ગરમાગરમ પીઝા પર ફરી પેપરિકા અને ઓરેગાનો ભભરાવો અને ઠંડા ઠંડા પોમેગ્રેનેટ મોજિતો મોકટેલ સાથે સર્વ કરો.

  10. 10

    પોમેગ્રેનેટ મોજિતો મોકટેલ બનાવા માટે એક સર્વિગ ગ્લાસ માં દાડમ ના દાણા, એક લીંબુ ની ઝાડી સ્લાઇસ, પુદિના નાં પાન લઈ મડલર વડે હળવે દબાવો જેથી બધું ક્રશ થઈ ને રસ નીકળે, હવે એની ઉપર લીંબુ સોડા લઈ, લીંબુ સ્લાઇસ, પુદિના ની ડાળી અને લીંબુ ની છાલ ના ફૂલ વડે સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer
પર

Similar Recipes