ઈદડા (Idada Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#MRC
ચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.
જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે.

ઈદડા (Idada Recipe In Gujarati)

#MRC
ચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.
જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 વાટકીઅડદની દાળ
  2. 1 વાટકીચોખાના વાટલા
  3. 1/2 વાટકીબોઈલ્ડ રાઈસ
  4. 1/2 કપદહીં
  5. 2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  6. 1+1/2 ચમચી આદુની પેસ્ટ
  7. 1 ચમચીમરી પાઉડર
  8. 1 ચમચીતલ
  9. 2 ચમચીકોથમીર
  10. 2 ચમચીલીલાં નાળિયેર નું છીણ
  11. સ્વાદાનુસાર મીઠું
  12. 1/2 ચમચીઈનો
  13. 5-6 ચમચીતેલ
  14. ➡️ વઘાર માટે
  15. 3-4 ચમચીતેલ
  16. 1 ચમચીરાઈ
  17. ચપટીહિંગ
  18. મીઠાં લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    🔸સૌપ્રથમ દાળ અને ચોખાને અલગ અલગ વાસણમાં 5 થી 7 કલાક સુધી પલાળી રાખો.
    🔸ત્યારબાદ બે વખત ધોઈ મિક્સર જારમાં દહીં ઉમેરીને કરકરુ વાટી લો.
    🔸હવે ખીરુંને આથો લાવવા માટે ઢાંકીને 5 થી 7 કલાક સુધી રાખી મુકો.

  2. 2

    🔸હવે ઢોકળીયામા પાણી ગરમ કરવા મૂકવું. ખીરું માં આદું મરચાં ની પેસ્ટ મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
    હવે ઈદડા માટેની થાળી ગ્રીસ કરી લો.‌

    🔸ખીરું માં ઈનો ઉમેરી બરાબર હલાવી થાળીમાં ખીરું પાથરી દો.

    🔸જરૂર પ્રમાણે તલ, કોથમીર અને મરી પાઉડર છાંટી 10 થી 12 મિનિટ માટે ઢોકળીયામા ઢાંકીને મૂકી દો.

  3. 3

    🔸હવે ગેસ બંધ કરી 2 થી 3 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચપ્પુ વડે કાપા કરી લો.
    🔸વઘાર માટે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરીને ગેસ બંધ કરી 1 થી 2 ચમચી પાણી ઉમેરી તૈયાર થયેલા ઈદડા ઉપર વઘાર રેડી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes