રવા ઈદડા (Rava Idada Recipe In Gujarati)

Nayana Gandhi
Nayana Gandhi @cook_26272452
Vapi

રવા ઈદડા જ્યારે પણ ઈદડા ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતા હોય છે..
#Trend4

રવા ઈદડા (Rava Idada Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

રવા ઈદડા જ્યારે પણ ઈદડા ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતા હોય છે..
#Trend4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ કપરવો
  2. જરૂર મુજબપાણી
  3. ૧/૨ કપદહીં
  4. સ્વાદાનુસારમીઠું
  5. ૧ ચમચીવાટેલા લીલાં મરચાં
  6. ૧ ચમચીઇનો ફ્રુટ સોલ્ટ
  7. ૧ ચમચીમરચા પાઉડર
  8. ૧ ચમચીમરી પાઉડર
  9. વઘાર માટે:
  10. ૧ ચમચીરાઈ
  11. ૧-૨ ચમચી તલ
  12. લીલું મરચું કાપેલું
  13. સર્વ કરવા
  14. ડુંગળી સમારેલી
  15. મરચું સમરેલું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં રવો લો.

  2. 2

    એમાં દહીં, લીલા મરચા ની પેસ્ટ, પાણી,આદુ લસણ ની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર નાખી બરાબર મિક્સ કરી લો..

  3. 3

    પછી એને ૧૫ મિનિટ માટે મૂકી રાખો જેથી રવો બરાબર ફુલી જાય..

  4. 4

    પછી જરૂર પ્રમાણે પાણી નાખી થીક કનસીસટનસી સેટ કરો. હવે એમાં ઇનો નાખી બરાબર એક જ દિશા માં હલવો..

  5. 5

    એક બાજુ સ્ટીમર માં પાણી નાખી એને ગરમ કરવા મુકો.

  6. 6

    એક થાળી ને તેલ થી ગ્રીસ કરી લો અને એમાં જે ખીરું તૈયાર કર્યું છે એ નાખી દો. હવે એના ઉપર મરચા પાઉડર કે મારી પાઉડર ભભરાવી દો..

  7. 7

    હવે સ્ટીમર માં થાળી મૂકી ઢાંકી દો અને ૧૦ મિનિટ થવા દો..

  8. 8

    હવે થઈ જાય પછી ૫ મિનિટ ઠંડા થવા દો. પછી એનો વઘાર કરવા માટે એક વાસણ માં તેલ ગરમ કરવા મૂકો અને એમાં રાઈ, તલ, લીલા મરચાં નાખી એમાં રેડી દો. અને હવે તૈયાર છે રવા ના ઈદડા..

  9. 9

    હવે એને ડુંગળી કે ટમેટો સોસ કે ધાણા ની ચટણી સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayana Gandhi
Nayana Gandhi @cook_26272452
પર
Vapi
મને રસોઈ બનાવવી બહુ જ ગમે છે. મારા ઘર માં બધાને મારા હાથ ની રસોઈ બહુ જ ભાવે છે. મને મારું ટેલેન્ટ બતાવવા માટે નું આ ખૂબ જ સરસ પ્લેટૉર્મ છે. અને મને બઉ જ ખુશી થશે તમને નવી નવી રીત થી રેસિપી બનાવી ને બતાવવાનું. તમારો ખૂબ ખૂબ આભાર.
વધુ વાંચો

Similar Recipes