ગ્રીન સાબુદાણા ખીચડી

asharamparia
asharamparia @Asharamparia

#ff1

ફ્રેન્ડસ, સાબુદાણા ની ખીચડી માં એક જ પ્રકારના ટેસ્ટ થી જો તમે કંટાળી ગયા હોવ તો આ રીતે જરુર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે. હેલ્ધી સાબુદાણા ની ગ્રીન ખીચડી બનાવવા ની રીત નીચે આપેલ છે.

ગ્રીન સાબુદાણા ખીચડી

#ff1

ફ્રેન્ડસ, સાબુદાણા ની ખીચડી માં એક જ પ્રકારના ટેસ્ટ થી જો તમે કંટાળી ગયા હોવ તો આ રીતે જરુર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે. હેલ્ધી સાબુદાણા ની ગ્રીન ખીચડી બનાવવા ની રીત નીચે આપેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપસાબુદાણા
  2. બાફી ને સમારેલું બટેટુ
  3. ૨ ચમચીસીંગદાણા
  4. ૧/૨ ચમચીમરી પાવડર
  5. ૨ ચમચીલીંબુનો રસ
  6. ૨ ચમચીખાંડ
  7. ૨ ચમચીતેલ
  8. ૧ ચમચીજીરું
  9. સીન્ઘવ મીઠું સ્વાદ પ્રમાણે
  10. મીઠાં લીમડાનાં પાન
  11. ગ્રીન ચટણી:-
  12. ૧/૨ કપકોથમીર
  13. ૧/૨ કપફુદીનો
  14. લીલાં મરચાં
  15. ૧/૨ ઇંચઆદું નો ટુકડો
  16. ગાર્નિશ માટે:-
  17. દાડમ નાં દાણા
  18. તળેલા સીંગદાણા
  19. કોથમીર
  20. ટોપરા નું બુરું
  21. કીસમીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા સાફ કરી ઉપર એક ઇંચ જેટલું પાણી ઉમેરી ૪ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ મિક્સી જાર માં કોથમીર, ફુદીનો, મરચું, આદું નાખી ગ્રીન ચટણી બનાવી લેવી.

  2. 2

    એક પેનમાં ૨ થી ૩ ચમચી તેલ ગરમ કરી સીંગદાણા તળી ને એક પ્લેટમાં કાઢી લો એ જ ગરમ તેલમાં જીરું નો વઘાર કરી મીઠાં લીમડાનાં પાન ઉમેરો અને સમારેલાં બટેટા ઉમેરી થોડીવાર સાંતળો ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી ચટણી ઉમેરી થોડીવાર સાંતળો.

  3. 3

    બઘું જ પાણી બળી જાય એટલે પલાળેલા સાબુદાણા ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, લીંબુનો રસ, મરી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. ખાટીમીઠી ગ્રીન ખીચડી સર્વિગ પ્લેટ માં કાઢી ઉપરથી કીસમીસ, કોથમીર, ટોપરા નું બુરું કે છીણ, દાડમના દાણા, તળેલા સીંગદાણા થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes