બીટરૂટ સાબુદાણા ખીચડી

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઇબુક
#Day13
સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..
લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..
બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી.

બીટરૂટ સાબુદાણા ખીચડી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક
#Day13
સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..
લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..
બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૧/૨ કપ સાબુદાણા
  2. ૧ મધ્યમ બાફેલું બટાટા
  3. ૧ મધ્યમ બાફેલું બીટ
  4. ૧૧/૨ ટેબલ સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  5. ૩-૪ ટેબલ સ્પૂન તેલ
  6. ૧ ટી સ્પૂન જીરું
  7. થોડા મીઠા લીમડાના પાન
  8. ૧/૨ કપ શેકેલા શીગંદાણા નો કરકરો ભૂકો
  9. ૧/૨ લીંબુ નો રસ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ઝીણી સમારેલી કોથમીર
  12. સાથે પીરસવા માટે..:
  13. તાજુ દહીં
  14. કેળા/ બટાકા વેફર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને ધોઈ ને ૧૫ મિનિટ પાણી માં પલાળી રાખો. વધારાનો પાણી કાઢી નાખો. ઢાંકી ને ૪-૬ કલાક પલાળી રાખો. બાફેલા બટાકા ને છોલી અને ટુકડા કરો. બાફેલા બીટ ને છોલી અને ખમણી લો. બધી સામગ્રી તૈયાર રાખો.

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું નો વઘાર કરી તેમાં મીઠા લીમડાના પાન,આદુ મરચાં ની પેસ્ટ ઉમેરીને ૧/૨ મિનિટ સાંતળો.

  3. 3

    બટાકા ના ટુકડા નાખી ને ૨ મિનિટ સાંતળો પછી એમાં ખમણેલું બીટ નાખી ને ૨-૩ મિનિટ સાંતળો.

  4. 4

    હવે એમાં પલાળેલા સાબુદાણા, શીંગદાણા નો ભૂકો, મીઠું અને લીંબુનો રસ ઉમેરી ને કુકરમાં મિક્સ કરો. ઢાંકી ને ૨ મિનિટ પકવો.

  5. 5

    ફરી‌ ૨ મિનિટ હલાવો. પછી ગેસ બંધ કરવો.

  6. 6

    ગરમાગરમ સ્વાદિષ્ટ બીટરૂટ સાબુદાણા ખીચડી બોઉલ માં નાખી ને ઝીણી સમારેલી કોથમીર ભભરાવી, સાથે દહીં અને વેફર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes