ઘઉં ના લોટ ની ફરસી પુરી

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#FF3
#શ્રાવણ
ગુજરાત માં શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નો તહેવાર ઉજવવામાં આવે છે ,આ દિવસે ચૂલો સળગાવવા માં નથી આવતો, આગળ ના દિવસે એટલેકે રાંધણ છઠ ના દિવસે પુરી થેપલા વડા સુખડી ગેસ,ભીંડા ,કંકોડા ,કારેલા જેવા કોરા શાક બનાવી સાતમ ના દિવસે ઠડું ખાવા માં આવે છે,આ દિવસે શીતળા માતા ની પૂજા કરવા માં આવે છે અને શીતળા માં પાસે બાળકો ની સુખાકારી અને સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો માટે
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપભાખરી નો લોટ
  3. 1/2 ટી સ્પૂનઅજમો
  4. 1/2 ટી સ્પૂનમરી (અધકચરા વાટેલા)
  5. 1/2 ટી સ્પૂનજીરું(અધકચરું વાટેલા)
  6. 1/4 ટી સ્પૂનહળદર
  7. 1/4 ટી સ્પૂનતલ
  8. 1/2 ટી સ્પૂનમીઠું
  9. 4 ટે સ્પૂનતેલ(મોણ માટે)
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક બાઉલ માં બન્ને લોટ મિક્સ કરી,તેમાં મોણ નાખી,મીઠું,અજમો,મરી,જીરું તલ, હળદર નાખી કઠણ પુરી નો લોટ બાંધી લો, લોટને 20 મિનિટ રેસ્ટ આપી,લુવા કરી નાની મીડિયમ સાઈઝ ની પુરી વણી લો.

  2. 2

    પૂરીને 10 મિનિટ પેપર કે થાળી માં પાથરી, કાંટા થી કાણા પાડી મીડિયમ ફ્લેમ પર તળી લો ઠનડી થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લો.આ પુરી ચા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

Similar Recipes