ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
ચારથી પાંચ લોકો
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1/4 કપરવો
  3. 4 ચમચીતેલ મોણ માટે
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1ચમચિ હળદર
  6. ચપટીહિંગ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૨ ચમચીઅધકચરા વાટેલા જીરું
  9. 1 ચમચીહાથેથી મશરેલા અજમા
  10. 2 ચમચીતલ
  11. લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી
  12. પૂરી તળવા માટે તેલ
  13. પૂરી સાથે સર્વ કરવા માટે ગરમ ગરમ મસાલેદાર ચા

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંનો લોટ, રવો,હળદર, મીઠું, મરચું,અજમા, જીરૂ, હીંગ અને તલ લો. હવે તેમાં તેલનું મોણ નાખો. થોડું મુઠીયા પડે તેટલું મોણ નાખવાથી પૂરી સરસ ફરસી થાય છે. હવે લોટમાં જરૂર મુજબ પાણી નાંખી અને લોટ બાંધી લો.

  2. 2

    લોટને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી અને પૂરી વણી લો.

  3. 3

    પૂરીને મધ્યમ ગેસ ઉપર ગુલાબી પૂરી તળી લો.

  4. 4

    તો તૈયાર છે ઘઉં ના લોટ ની ફરસી પૂરી જે ચા સાથે, અથાણા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes