સાતમ સિંધી સ્પેશિયલ થાળી (Satam Sindhi Special Thali Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#શ્રાવણ
#ff3
#સાતમસ્પેશિયલથાળી
શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે ઠંડુ ભોજન ખવાય છે.
અમારા સિંધી સમાજ માં શીતળા સાતમ ને Thadri કહેવામાં આવે છે. તે દિવસે મીઠી માની બધા સિંધી ના ધર માં બનતી હોય છે. શાક માં ફેરફાર થાય છે. મીઠી માની થી સિંધી સમાજમાં સાતમ ના દિવસે પૂજા કરે છે.

સાતમ સિંધી સ્પેશિયલ થાળી (Satam Sindhi Special Thali Recipe In Gujarati)

#શ્રાવણ
#ff3
#સાતમસ્પેશિયલથાળી
શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે ઠંડુ ભોજન ખવાય છે.
અમારા સિંધી સમાજ માં શીતળા સાતમ ને Thadri કહેવામાં આવે છે. તે દિવસે મીઠી માની બધા સિંધી ના ધર માં બનતી હોય છે. શાક માં ફેરફાર થાય છે. મીઠી માની થી સિંધી સમાજમાં સાતમ ના દિવસે પૂજા કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ☀️મીઠી માની(કોકી)બનાવવા માટે
  2. 1 કપધઉં નો લોટ
  3. 4 ટેબલ સ્પૂનખાંડ
  4. 1 ટેબલ સ્પૂનતેલ
  5. ☀️સબ્જી બનાવવા માટે.
  6. 1જુડી પાલક
  7. 2ટામેટા
  8. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  9. 250 ગ્રામભીંડા
  10. 250 ગ્રામબટાકા
  11. 4મોટા લીલાં મરચાં
  12. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  13. 2 ટી સ્પૂનધાણા જીરું
  14. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  15. મીઠું સ્વાદાનુસાર
  16. 1 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  17. 1 ટી સ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ આપણે મીઠી માની બનાવશું તેના માટે 1/2 કપ પાણી માં ખાંડ 1 કલાક માટે પલાળી રાખવી. ત્યાર પછી એક બાઉલમાં લોટ લઈ તેમાં તેલ નું મોણ નાખી મિક્સ કરી ખાંડ વાળા પાણી થી સોફ્ટ લોટ બાંધી લેવો. 5 મિનિટ લોટને રેસ્ટ આપવો.

  2. 2

    હવે આપણે લોટ માંથી માની બનાવીશું. માની બે રીતે બને છે. કેટલાક લોકો ફ્રાય કરે છે અને કેટલાક તવા પર શેકે છે.
    ☀️ ફ્રાય કરવા માટે કડાઈ માં તેલ નાખી ગરમ કરવા મૂકો. લોટ માંથી લૂઆ બનાવી લો. એક લુઓ લઈ પૂરી જેવું નાનું વણવું પર થોડું થીક વણવું.પછી ગરમ તેલ માં ધીમા તાપે ફ્રાય કર લેવું.
    ☀️તવા પર મીઠી માની શેકવા માટે રોટલા જેવું જાડું વણી તવા પર ધીમા તાપે તેલ લગાડી શેકી લેવું.

  3. 3

    સબ્જી માં પાલક બનાવવા માટે..કુકર માં તેલ નાખી આદુ મરચા ની પેસ્ટ નાખી સાતળવી પછી સમારેલી પાલક નાખી મિક્સ કરવી અને પછી તેમાં સમારેલા ટામેટા, મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું નાખી મિક્સ કરી 5 મિનિટ હલાવી જરૂર મુજબ પાણી નાખી 5 થી 6 સિટી લગાડી. ત્યાર પછી પાલક ને મેષ જીરા નું વધાર કરી દેવું. પાલક નું શાક તૈયાર છે

  4. 4

    ભીંડા અને બટાકા ને ધોઈ કાપી લો.પછી તેલમાં ભીંડા અને બટકાને વારાફરતી તળી લો પછી તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું,હળદર પાઉડર અને ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી. ભીંડા બટાકાનું શાક તૈયાર છે.

  5. 5

    મોટા લીલાં મરચાં ને ધોઈ કાપા કરી તેમાં મીઠું અને આમચૂર પાઉડર નો મસાલો ભરી કડાઈ માં શેકી લેવા.

  6. 6

    સાતમ સિંધી સ્પેશ્યલ થાળી તૈયાર છે. તેમાં મે મીઠી માની, થેપલા, પાલકનું શાક, ભીંડા બટાકાનું શાક, લીલાં મરચાં નું શાક, રબડી, કર્ડ રાઈસ સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes