મેથી દૂધી ના થેપલા (Methi Dudhi Thepla Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

#શ્રાવણ
(એકવાર ખાસો તો વારંવાર બનાવશો) મેથી દૂધી ના ચટપટા થેપલા

મેથી દૂધી ના થેપલા (Methi Dudhi Thepla Recipe In Gujarati)

#શ્રાવણ
(એકવાર ખાસો તો વારંવાર બનાવશો) મેથી દૂધી ના ચટપટા થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. ૧ મોટો વાટકોઘઉં નો લોટ
  2. ૧ નાની ચમચીતલ
  3. ૧ નાની ચમચીવરિયાળી
  4. ૧/૨ ચમચીઅજમો
  5. ૧.૫ ચમચી લાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર પાઉડર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  9. લીલા મરચા ની પેસ્ટ
  10. ૫-૭ ચમચી ખમણેલી દૂધી
  11. ૫-૬ ચમચી સમારેલી મેથી
  12. નાનો ચમચો સમારેલી કોથમીર
  13. ૭-૮ ચમચી તેલ (મોણ માટે)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા ઘઉં નો લોટ લો. તેમાં તલ, વરિયાળી, અજમો, લસણ - મરચા ની પેસ્ટ, નાખી દો.

  2. 2

    હવે તેમાં ખમણેલી દૂધી, સમારેલી મેથી, અને સમારેલી કોથમીર નાખી દો.

  3. 3

    હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

  4. 4

    હવે ઉપર મોણ ઉમેરી સરસ મીડિયમ લોટ તૈયાર કરી દો.

  5. 5

    હવે થેપલા વણી મીડિયમ ગેસ પર તેલ વડે શેકી લો.

  6. 6

    તો તૈયાર છે એકદમ ચટાકેદાર થેપલા. આ થેપલા તમે સર્વ કરો.

  7. 7

    લસણ ની ચટણી સાથે આ થેપલા બહુ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes