દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

થેપલા, પછી એ મેથી ના, કોબી ના , કેળા મેથી ના,મસાલાવાળા કે પછી દૂધી ના હોય, ગુજરાતીઓ ની ઓળખ છે. ગુજરાતીઓ ની થેપલા વગર સવાર નથી પડતી.બહારગામ જાય તો પણ થેપલા નો ડબ્બો સાથે ને સાથે.એમ કહીએ તો ચાલે કે થેપલા ગુજરાતી ઓ ની શાન છે.
#EB
#Week 10

દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

થેપલા, પછી એ મેથી ના, કોબી ના , કેળા મેથી ના,મસાલાવાળા કે પછી દૂધી ના હોય, ગુજરાતીઓ ની ઓળખ છે. ગુજરાતીઓ ની થેપલા વગર સવાર નથી પડતી.બહારગામ જાય તો પણ થેપલા નો ડબ્બો સાથે ને સાથે.એમ કહીએ તો ચાલે કે થેપલા ગુજરાતી ઓ ની શાન છે.
#EB
#Week 10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વ
  1. 11/2 કપઘઉંનો લોટ
  2. 2 ટે.સ્પૂન બેસન
  3. 1 ચમચીઅજમો
  4. 1/4 કપકોથમીર
  5. 1 ટે.સ્પૂન સમારેલું લસણ
  6. 2 ટી સ્પૂનઆદુ- લસણની પેસ્ટ
  7. 1/2 ટી.સ્પૂનહળદર
  8. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  9. 1 ચમચીધાણા જીરું
  10. 1 ચમચીતલ
  11. 2 ટે.સ્પૂન મલાઈ
  12. મીઠું
  13. 1 કપછીણેલી દૂધી
  14. ઘઉંનો લોટ અટામણ માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક બાઉલ માં ઘઉંનો લોટ, બેસન,.અજમો (હાથેથી મસળીને),લસણ, આદુ - લસણ ની પેસ્ટ,મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, અને મલાઈ નાંખી મીકસ કરી, લોટ બાંધવો.પાણી ની જરુર નથી પડતી કારણકે દૂધી પાણી છોડે અને એના થી જ લોટ બંધાઈ જાય.

  2. 2

    થોડો કોરો ઘઉંનો લોટ લઈને કણક ને કુણવી લેવો.કણક માં થી એક સરખા લુઆ કરવા. એક લુઓ લઈ મોટું થેપલું વણવું.જરુર પડે તો ઘઉં નું અટામણ લઈ ને વણવું.

  3. 3

    ગરમ તવી ઉપર થેપલું મૂકી, થોડા ડાઘ પડે પછી ફેરવવું. બીજી બાજુ તેલ મુકીને શેકવું. પાછું ફેરવી ને તેલ મુકીને શેકવું. પ્લેટ માં લઈ છુંદો સાથે સર્વ કરવું. આવીજ રીતે બીજા થેપલા બનાવવા. આ થેપલા ગરમ અને ઠંડા બન્ને સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes