ટેન્ડર કોકોનટ કૂલર

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#CR
#coconut
#cooler
#mocktail
#cookpadindia
#cookpadgujarati

વર્લ્ડ કોકોનટ ડે દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ નાળિયેરના મહત્વ અને ફાયદાઓ વિશે પ્રકાશિત કરવા અને જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.

પ્રથમ વિશ્વ નાળિયેર દિવસ 2 સપ્ટેમ્બર 2009 ના રોજ એશિયન અને પેસિફિક કોકોનટ કોમ્યુનિટી (APCC) દ્વારા ઉજવવામાં આવ્યો હતો. તારીખ 2 સપ્ટેમ્બર એટલા માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે આ દિવસે APCC ની સ્થાપના થઇ હતી. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે નાળિયેરનું ઉત્પાદન કરતા એશિયન-પેસિફિક રાજ્યોની દેખરેખ રાખે છે અને સુવિધા આપે છે.

નાળિયેરના ઘણા ફાયદા છે અને તે એક બહુમુખી ફળ છે. તે ખાદ્ય છે, અને તેનું તેલ ત્વચા પર પણ લગાવી શકાય છે. તેમાં વિવિધ એન્ટિફંગલ, એન્ટિવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડેન્ટ તત્વો છે. ટેન્ડર કોકોનટ પોટેશિયમથી સમૃદ્ધ છે અને તેથી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવા માટે ડાઇયુરેટિક પદાર્થ તરીકે કામ કરે છે અને કિડની માં પથરી થતાં પણ અટકાવે છે.

તો પ્રસ્તુત છે ઉનાળા ની ગરમી માં રાહત આપતું કૂલ એન્ડ રિફ્રેશિંગ ટેન્ડર કોકોનટ કૂલર જે નાળિયેર, લીંબુ અને ફુદીના ના ગુણો ની થી ભરપૂર છે. આમાં મેં સિંધવ મીઠાં નો ઉપયોગ કર્યો હોવાથી ઉપવાસ માં પણ પી શકાય છે. સાથે તુકમરિયાં અને નાળિયેર ની કુમળી મલાઈ ના ટુકડાં ઉમેર્યા છે જે મોઢાં માં આવવાથી પીવાની ખૂબ જ મજા પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1મોટા તરોફા નું પાણી
  2. 4 tbspતરોફા ની કુમળી મલાઈ
  3. 10-15ફુદીના ના પાન
  4. 1 tspતુકમરિયાં (સબ્જા સીડ્સ)
  5. 1લીંબુ
  6. 1 tspખાંડ
  7. 1/4 tspમરી પાવડર
  8. ચપટીશેકેલું જીરું પાવડર
  9. સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
  10. આઈસ ક્યુબ્સ જરૂર મુજબ
  11. લીંબુ ની 5-6 પાતળી સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુકમરિયાં ને જરૂર મુજબ પાણી માં 30 મિનિટ માટે પલાળી દો. હવે એક ગ્લાસ માં 4-5 ફુદીના ના પાન, 1/2 લીંબુ ના કટકાં, 1/2 tsp ખાંડ, ચપટી જીરું પાવડર, 1/8 tsp મરી પાવડર, અને જરૂર મુજબ સિંધવ મીઠું નાખો. હવે દસ્તા વડે ખાંડી લો. ત્યારબાદ લીંબુ ની છાલ ગ્લાસ માંથી કાઢી લો.

  2. 2

    હવે આ મિક્સચર ને સર્વિંગ ગ્લાસ માં લઇ તેમાં લીંબુ ની 2-3 સ્લાઈસ, 4-5 ફુદીના ના પાન, 2 tsp પલાળેલા તુકમરિયાં, 2 tbsp તરોફા ની કુમળી મલાઈ, જરૂર મુજબ આઈસ ક્યુબ્સ અને તરોફા નું પાણી ઉમેરી ને સ્ટર કરો. તેમાં લીંબુ ની સ્લાઈસ અને ફુદીના ની ડાખળી વડે ગાર્નિશિંગ કરો. આ રીતે બીજો ગ્લાસ પણ તૈયાર કરો.

  3. 3

    તો તૈયાર છે કૂલ એન્ડ રિફ્રેશિંગ ટેન્ડર કોકોનટ કૂલર. તેને ઠંડુ-ઠંડુ સર્વ કરો. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes