કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut

#GA4
#Week15
#Jaggery
#ગોળ
#ચીક્કી
#chikki
#cookpadindia
#cookpadgujarati
ચીક્કી નો ઉદભવ સંભવતઃ 19 મી સદીના લોનાવલા, મુંબઇ નજીક એક હિલ સ્ટેશનમાં થઈ થયો હતો, જ્યારે મગનલાલ અગ્રવાલ નામના એક સાહસિક કેન્ડી શોપના માલિકે ગોળ, મગફળી અને ઘી ના સંયોજન સાથે ગુડ દાની નામ ની મીઠાઈ ની શોધ કરી હતી.
ભારતમાં ગોળ જમ્યા પછી ખાવાનું સામાન્ય છે. કેટલાક લોકો કહે છે કે તે પાચનમાં મદદ કરે છે અને આંતરડાને ઉત્તેજીત કરી શકે છે જેથી કબજિયાત અટકાવવા માટે તે અસરકારક છે. અહીં પ્રસ્તુત છે બે પ્રકાર ની ચીક્કી જે બંને માં કોલ્હાપુરી ગોળ ની સાથે ડ્રાયફ્રૂટ્સ તથા કોપરા (સ્લાઈસ, છીણ તથા ડેસિકેટેડ) નો વપરાશ કરેલ છે. આ ચીક્કી માંથી આપણને ગોળ, સૂકા મેવા તથા કોપરા ના ગુણ મળે છે જેથી તે એક હેલ્થી રેસીપી કહી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી બનાવવા માટે:
સૌ પ્રથમ ઉપર જણાવ્યા પ્રમાણે ના ઘટકો તૈયાર કરો અને એક લંબચોરસ મોલ્ડ માં અલ્યુમિનમ ફોઈલ લગાવી ને ઘી થી ગ્રીઝ કરી તૈયાર રાખો. - 2
હવે એક પેન ગરમ કરી તેમાં સૂકા નારિયળ ની પાતળી સ્લાઈસ ને સ્લો ફ્લેમ પર આછો ગુલાબી રંગ આવે ત્યાં સુધી રોસ્ટ કરો (આશરે 7-8 મિનિટ). ત્યારબાદ તેને એક ડીશ માં કાઢી લો. હવે બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ અને પંપકીન સીડ્સ ને પેન માં લઇ 2-3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર રોસ્ટ કરો અને એક ડીશ માં કાઢી લો.
- 3
હવે ગોળ નો પાયો તૈયાર કરવા માટે પેન ગરમ કરી તેમાં કોલ્હાપુરી ગોળ નાખો. ગેસ મીડીયમ ફ્લેમ પર રાખો. ગોળ ઓગળે એટલે તેમાં ઘી નાખી સતત હલાવતા જાઓ. (ઘી નાખવાથી ચીક્કી માં ચમક આવે છે). ડાર્ક બ્રાઉન કલર થાય એટલે ગેસ સ્લો ફ્લેમ પર કરો. હવે આ ગોળ ના પાયા ના 2-3 ટીપા પાણી ભરેલી વાટકી માં નાખો અને 1-2 સેકેન્ડ પછી દાંત વચ્ચે મૂકી ચેક કરો. જો ગોળ દાંત માં ચોંટે નહિ અને તરત તૂટી જાય તો ગોળ નો પાયો તૈયાર છે.
- 4
હવે પાયા માં બેકિંગ સોડા નાખો અને 4-5 સેકેન્ડ માટે હલાવો. (બેકિંગ સોડા થી ચીક્કી ખૂબ જ ક્રિસ્પી બને છે) ત્યારબાદ તેમાં રોસ્ટ કરેલી નારિયળ ની સ્લાઈસ, રોસ્ટ કરેલા બદામ-પિસ્તા અને પંપકીન સીડ્સ તથા એલથી પાઉડર ઉમેરો અને મિક્સ કરો. હવે ગેસ બંધ કરી તરત ઘી થી ગ્રીઝ કરેલા મોલ્ડ માં કાઢી લો અને એકસરખું પાથરી લો અને લેવલ કરી દો. ત્યારબાદ ઉપર બદામ-પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા થી ગાર્નિશ કરો.
- 5
હવે અલ્યુમિનમ ફોઈલ ને મોલ્ડ માંથી કાઢી પાટલા અથવા કિચન ના પ્લેટફોર્મ ઉપર ઘી થી ગ્રીઝ કરેલા વેલણ થી ચીક્કી ને પાતળી વણી લો. હવે પિઝા કટર થી ચીક્કી માં જોઈતી સાઈઝ અને આકાર પ્રમાણે કાપ મુકો અને 30 મિનિટ માટે ઠંડી થવા દો. ત્યારબાદ ચીક્કી ના કટકા કરી લો. કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી તૈયાર છે.
- 6
ડેસિકેટેડ કોકોનટ ચીક્કી બનાવવા માટે:
સૌ પ્રથમ ઉપર જણાવ્યા પ્રમાણે ના ઘટકો તૈયાર કરો અને એક લંબચોરસ મોલ્ડ માં અલ્યુમિનમ ફોઈલ લગાવી ને ઘી થી ગ્રીઝ કરી તૈયાર રાખો. - 7
હવે ગોળ નો પાયો તૈયાર કરવા માટે પેન ગરમ કરી તેમાં કોલ્હાપુરી ગોળ નાખો. ગેસ મીડીયમ ફ્લેમ પર રાખો. ગોળ ઓગળે એટલે તેમાં ઘી નાખી સતત હલાવતા જાઓ. (ઘી નાખવાથી ચીક્કી માં ચમક આવે છે). ડાર્ક બ્રાઉન કલર થાય એટલે ગેસ સ્લો ફ્લેમ પર કરો. હવે આ ગોળ ના પાયા ના 2-3 ટીપા પાણી ભરેલી વાટકી માં નાખો અને 1-2 સેકેન્ડ પછી દાંત વચ્ચે મૂકી ચેક કરો. જો ગોળ દાંત માં ચોંટે નહિ અને તરત તૂટી જાય તો ગોળ નો પાયો તૈયાર છે.
- 8
હવે પાયા માં બેકિંગ સોડા નાખો અને 4-5 સેકેન્ડ માટે હલાવો (બેકિંગ સોડા થી ચીક્કી ખૂબ જ ક્રિસ્પી બને છે). ત્યારબાદ તેમાં ડેસિકેટેડ કોકોનટ નાખી મિક્સ કરો. હવે તેમાં સૂકા નારિયળ નું છીણ અને ઇલાયચી પાઉડર ઉમેરી ફરી મિક્સ કરો. હવે ગેસ બંધ કરી તરત ઘી થી ગ્રીઝ કરેલા મોલ્ડ માં કાઢી લો અને એકસરખું પાથરી લો અને લેવલ કરી દો. ત્યારબાદ ઉપર સૂકા નારિયળ ની છીણ થી ગાર્નિશ કરો.
- 9
હવે અલ્યુમિનમ ફોઈલ ને મોલ્ડ માંથી કાઢી પાટલા અથવા કિચન ના પ્લેટફોર્મ ઉપર ઘી થી ગ્રીઝ કરેલા વેલણ થી ચીક્કી ને પાતળી વણી લો. હવે પિઝા કટર થી ચીક્કી માં જોઈતી સાઈઝ અને આકાર પ્રમાણે કાપ મુકો અને 30 મિનિટ માટે ઠંડી થવા દો. ત્યારબાદ ચીક્કી ના કટકા કરી લો. ડેસિકેટેડ કોકોનટ ચીક્કી તૈયાર છે.
- 10
તો તૈયાર છે બે અલગ પ્રકાર ની ક્રિસ્પી ચીક્કી. બંને ચીક્કી માં કોલ્હાપુરી ગોળ અને કોપરા નો વપરાશ કર્યો છે. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો. એર ટાઈટ ડબ્બા માં સ્ટોર કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (68)