ફરાળી પોટેટો રોસ્ટી (Farali Potato Rosti Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ એક સ્વીસ નેશનલ ડીશ છે જે સાઈડ ડીશ અથવા નાસ્તા માં સર્વ થાય છે.આ વાનગી ગરમ જ સર્વ કરવી.પોટેટો માં થી બનતી આ વાનગી બધા ની ઓલ ટાઈમ ફેવરીટ હોય છે એટલે તમને આ ડીશ ચોક્કસ પસંદ પડશે.દુનિયા ભરમાં આ ડીશ ને બ્રેકફાસ્ટ માં ગણવામાં આવે છે.
આ ડીશ ફરાળ માં લઈ શકાય છે અને બનાવવામાં પણ બહુ સરળ છે. દુનિયા ભરના લોકો આ વાનગી
ને સ્વીસ હેશ બ્રાઉન ના નામ થી ઓળખે છે.

ફરાળી પોટેટો રોસ્ટી (Farali Potato Rosti Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

આ એક સ્વીસ નેશનલ ડીશ છે જે સાઈડ ડીશ અથવા નાસ્તા માં સર્વ થાય છે.આ વાનગી ગરમ જ સર્વ કરવી.પોટેટો માં થી બનતી આ વાનગી બધા ની ઓલ ટાઈમ ફેવરીટ હોય છે એટલે તમને આ ડીશ ચોક્કસ પસંદ પડશે.દુનિયા ભરમાં આ ડીશ ને બ્રેકફાસ્ટ માં ગણવામાં આવે છે.
આ ડીશ ફરાળ માં લઈ શકાય છે અને બનાવવામાં પણ બહુ સરળ છે. દુનિયા ભરના લોકો આ વાનગી
ને સ્વીસ હેશ બ્રાઉન ના નામ થી ઓળખે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20  મીનીટ
1 સર્વ
  1. 4મોટા બટાકા
  2. 1 ચમચીમરી નો પાઉડર
  3. સિંધવ મીઠું
  4. ઘી / બટર
  5. સાવર ક્રીમ :
  6. 3/4 કપ ફ્રેશ ક્રીમ
  7. 11/2 ટે.સ્પૂન લીંબુ નો રસ
  8. સિંધવ મીઠું - મરી સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

20  મીનીટ
  1. 1

    બટાકા ને ધોઈ ને રાખવા.પેશર કુકર માં કાંઠો મૂકવો.એની ઉપર પ્લેટ માં બટાકા મૂકીને પેશર કુકર ની 1 સીટી લેવી. કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી બટાકા કાઢી, ચીલ્ડ પાણી માં 5-7 મીનીટ રાખવા. છાલ કાઢી ને બટાકા ફીઝ માં 2-3 કલાક માટે રાખવા એટલે બટાકા ની છીણ મશી નહીં થાય અને કડક અને આખી રહેશે.

  2. 2

    પછી બટાકા ને મોટી છીણી થી છીણી લેવા. અંદર મરી નો પાઉડર અને સિંધવ મીઠું નાંખી મીકસ કરવું. 2 ટે સ્પૂન ઓગાળેલું ઘી /બટર નાંખી મીકસ કરવું.સાઈડ પર રાખવું.

  3. 3

    ઓપ્શન 1 : એક નોન સ્ટીક પેન ઉપર કાંઠો મુકવો. કાંઠા ની અંદર ઘી મૂકી બટાકા ની છીણ પાથરવી. ઢાંકી ને 10 મીનીટ કુક કરવી.પછી બીજી સાઈડ ફેરવી ને ઢાંકી ને 5-7 મીનીટ કુક કરવી. રોસ્ટી ને કડક કરવી.

  4. 4

    ઉપર અને નીચે કડક અને વચ્ચે નરમ રોસ્ટી
    ખાવા માં બહુ ટેસ્ટી લાગે છે.

  5. 5

    ફ્રેશ ક્રીમ ને વીસ્ક કરી અંદર લીંબુ નો રસ નાખી મિક્સ કરવું. સિધવ મીઠું અને મરી પાઉડર નાંખી વીસ્ક કરી, ચીલ્ડ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes