શીંગ દારિયા ચટણી

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#PR
#ચટણી
#chutney
#jainrecipe
#paryushan
#cookpadindia
#cookpadgujarati

પર્યુષણ પર્વ એ સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમુદાય માટે તમામ તહેવારોનો રાજા છે.

પર્યુષણ એ આપણા આત્મા પર એકત્ર થયેલ કર્મના રૂપી ગંદકી સાફ કરવાનો પર્વ છે. તે આઠ દિવસ સુધી ચાલે છે. દર વર્ષે પર્યુષણનો આ તહેવાર શ્રાવણ વદ 12 અથવા 13 ના રોજ શરૂ થાય છે અને ભાદરવા સુદ 4 અથવા 5 (ઓગસ્ટના અંતમાં - સપ્ટેમ્બર) ના રોજ સમાપ્ત થાય છે. તહેવારના છેલ્લા દિવસને "સંવત્સરી" કહેવામાં આવે છે. આ દિવસે શ્રાવક એકબીજાને પાછલા વર્ષ દરમિયાન થયેલા કોઈપણ ભૂલ માટે "મિચ્છામી દુક્કડમ" કહીને માફી માંગે છે.

પર્યુષણ ના દિવસો માં ખોરાક પર પ્રતિબંધો વધુ હોય છે. જેવા કે લીલા શાકભાજી અને ફળો ખાવા માટે નિષેધ હોય છે.. આ ખરેખર લોકો માટે ઘણી ઓછી પસંદગીઓ છોડી દે છે. દૂધ અને દૂધના ઉત્પાદનો, ચોખા, અનાજ અને કઠોળ વગેરે ને લગતી વાનગીઓ પર્યુષણ માં કેન્દ્રસ્થાને હોય છે. તેમાંની જ એક સ્વાદિષ્ટ વાનગી છે શીંગ દારિયા ની ચટણી જે મેં અહીં પ્રસ્તુત કરી છે જે જૈન સમુદાય માં ખૂબ જ પ્રખ્યાત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
300 gm
  1. 1/4 કપ+ 2 tbsp શીંગ દાણા
  2. 1/2 કપ+2 tbsp દારિયા
  3. 2 tbspસફેદ તલ
  4. 4 tbspડ્રાય ડેસ્ટિકેટેડ કોકોનટ
  5. 2 tbspતેલ
  6. 1 tspવરિયાળી
  7. 1/2 tspહળદર
  8. 1 1/2 tbspકાશ્મીરી લાલ મરચું
  9. 1 tbspધાણા જીરું પાવડર
  10. 1 1/2 tspઆમચૂર પાવડર
  11. 2-3 tspદળેલી ખાંડ (મીઠાશ પ્રમાણે)
  12. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેન માં શીંગ દાણા ને 4-5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર રોસ્ટ કરો અને ઠંડા પાડવા દો. ત્યારબાદ તેના છોળા કાઢી નાખો. શીંગ દાણા ને એક પ્લેટ માં કાઢી લો.

  2. 2

    હવે દારિયા ને પણ પેન માં 2-3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર રોસ્ટ કરો અને પછી તેમાં સફેદ તલ ઉમેરી ફરી 2 મિનિટ માટે રોસ્ટ કરો. હવે તેને શીંગ દાણા ની પ્લેટ માં કાઢી લો.

  3. 3

    હવે ડેસ્ટિકેટેડ કોકોનટ ને પણ 1 મિનિટ માટે સ્લો ફ્લેમ પર રોસ્ટ કરો અને તેને પણ ઉપરોક્ત પ્લેટ માં કાઢી લો.

  4. 4

    ઉપર ના બધા ઘટકો ઠંડા પડે એટલે ખાંડી માં અથવા ઇલેક્ટ્રિક ચોપર માં દરદરૂ વાટી લો.

  5. 5

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં વરિયાળી ને સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે કૂક કરો. ત્યારબાદ તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખી મિક્સ કરો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ઉપર વાટેલું મિશ્રણ ઉમેરી ને મિક્સ કરો. હવે તેમાં જોઈતી ખટાશ પ્રમાણે આમચૂર પાવડર નાખી ફરી મિક્સ કરો અને 4-5 મિનિટ માટે શેકો. હવે ગેસ બંધ કરી મિશ્રણ ને 5 મિનિટ માટે ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં જોઈતી મીઠાશ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો. ચટણી તૈયાર છે.

  6. 6

    તો તૈયાર છે પર્યુષણ સ્પેશ્યલ સ્વાદિષ્ટ જૈન વાનગી શીંગ દારિયા ચટણી. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. આ સૂકી ચટણી પુરી, રોટલી, ખાખરા, પરાઠા વગેરે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને એરટાઈટ ગ્લાસ ની બોટલ માં 3-4 મહિના માટે સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes