ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક (Chocolate Stuffed Coconut Modak Recipe In Gujarati)

megha sheth
megha sheth @Cooking_withmegha
ઝાલોદ

#GCR

ગણપતિજીને મોદક અતિ પ્રિય છે.આજે મે ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક બનાવ્યા છે.આ મોદક નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા ને ભાવશે.આ મોદક ના ભોગ થી બાપ્પા પણ બહુ ખુશ થઈ જશે.

ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક (Chocolate Stuffed Coconut Modak Recipe In Gujarati)

#GCR

ગણપતિજીને મોદક અતિ પ્રિય છે.આજે મે ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક બનાવ્યા છે.આ મોદક નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા ને ભાવશે.આ મોદક ના ભોગ થી બાપ્પા પણ બહુ ખુશ થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
3 સર્વિંગ્સ
  1. 600 ગ્રામદૂધ
  2. 1 કપમિલ્ક પાઉડર
  3. 1 કપખાંડ
  4. 1/2 કપખોપરા નું છીણ
  5. 1 ચમચીઘી
  6. મેલ્ટ ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને એક પેન માં લઈને ઉકળવા મુકીશું.દૂધ ઉકળે અને થોડું જાડું થાય તો તેનામાં આપણે મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઉકળવા દઈશું.દૂધ બરાબર જાડું થઈ જાય એટલે સમજવું કે માવો થવા આવશે એટલે દૂધ ને બરાબર હલાવતા રહીશું જેથી પેનમાં ચોંટી નહિ જાય.માવો પેનમાં ચોંટે ના ત્યાં સુધી આપણે તેને થવા દઈશું

  2. 2
  3. 3

    હવે માવો થઈ જાય પછી તેને ઠંડો થવા દઈશું.માવો ઠંડો થઈ જાય પછી આપણે પેનમાં ઘી મુકીશું એક ચમચી.ત્યાર બાદ આપણે તેનામાં ખોપરાનું છીણ ઉમેરીને 1 મિનિટ માટે સેકી લઈશું.ત્યાર બાદ માવો ઉમેરી અને તેનામાં દળેલી ખાંડ ઉમેરી ને બરાબર મિક્ષ કરી લઈશું.અને તેને બરાબર મસળી લઈશું ને મોડકનું મોલ્ડ હોય તો તેના થી અને ના હોય તો હાથથી આકાર આપીને મોદક બનાવી લઈશું.

  4. 4
  5. 5

    ત્યાર બાદ ચોકલેટને મેલ્ટ કરી ને આપણે જે મોદક બનાવ્યા છે તેને ડીપ કરી ને ફ્રીઝ માં 5 મિનિટ માટે સેટ કરી લઈશું તો તૈયાર છે આપણા મોદક

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha sheth
megha sheth @Cooking_withmegha
પર
ઝાલોદ
મારુ નામ મેઘા છે.હુ એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવ ના ત્યા જન્મ મલિયો છે. મને વાંચવુ સારૂ લાગે છે. વાંચવા સાથે નવુ નવુ જાણવુ પણ બહુંજ ગમે છે.મને નવી નવી વસતુ બનાવી પણ ગમે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી વાનગીઓ ને રજુ કરી શકીએ છીએ.મને cooking નો બહુ જ શોક છે.મને નવી નવી વાનગી બનાવી ને મારા ફેમીલી મૅમ્બર ને જમાડવા માં ખૂબ જ ગમે છે.. આમ તો મને ક્રિએટિવિટી નો પણ ખૂબ શોક છે.મેં કોમ્પ્યુટર એન્જીનીયર છું.. હાલ એક શિક્ષક તરીકે જોબ કરું છુ. I Love Cooking..
વધુ વાંચો

Similar Recipes