દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Bijal
Bijal @A5511
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ લિટરદૂધ
  2. ૨ ચમચીબાસમતી ચોખા
  3. ૨ ચમચીઘી
  4. ૨ નાના પેકેટ મિલ્ક પાઉડર
  5. ૧૦ ગ્રામ ચારોળી
  6. ૨૫ ગ્રામ બદામ
  7. ૧૦ પીસ્તા
  8. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  9. 1/4 ચમચી જાયફળ પાઉડર
  10. ૪ ચમચીખાંડ
  11. સ્વાદ અનુસારકેસર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને ડ્રાય ફ્રૂટ ને અલગ અલગ-અલગ બાઉલમાં નવશેકા પાણીમાં ૨૦ મિનિટ સુધી પલાળી રાખવા

  2. 2

    એક પેનમાં ઘી લઇ ચોખા ને ૨ મિનિટ માટે સાતળી લેવા પછી તેમાં દૂધ એડ કરી થોડું કેસર એડ કરવુ

  3. 3

    એક કડાઈમાં એક ચમચી ઘી ઉમેરી તેમાં થોડું દૂધ એડ કરી તેમાં મિલ્ક પાઉડર એડ કરવૉ ગઠ્ઠા ના પડે તેનું ધ્યાન રાખવું તેને સતત હલાવતા રહેવું ૫ મિનિટ માં માવો તૈયાર થઈ જશે

  4. 4

    માવા ને દૂધ સાથે એડ કરવો ૧૦ મિનિટઉકળવા દો ત્યાર બાદ ડ્રાય ફ્રૂટ ને ઝીણા સમારી દૂધ મા એડ કરી દેવા ૧૦ મિનિટ ઉકળવા દો ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરી થોડીવાર ઉકળવા દો તેમાં ઇલાયચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરીને ૨ મિનિટ પછી ગેસ ને બંધ કરી દેવો.

  5. 5

    પછી તેને હલાવતા રહેવું થોડું ઠંડું થાય ત્યાં સુધી જેથી કરીને તેમા મલાઈ જામી ન જાય પછી તેને ફ્રીઝ માં ૩-૪ કલાક ઠંડું થાય પછી તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal
Bijal @A5511
પર

Similar Recipes