ટોઠા (Totha Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#TT2
ફ્રેન્ડસ , મહેસાણા ના ફેમસ ટોઠા એટલે સુકી તુવેર માંથી બનતું ટેસ્ટી શાક . જનરલી આ શાક ભાત, બાજરીના રોટલા, બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે.

ટોઠા (Totha Recipe In Gujarati)

#TT2
ફ્રેન્ડસ , મહેસાણા ના ફેમસ ટોઠા એટલે સુકી તુવેર માંથી બનતું ટેસ્ટી શાક . જનરલી આ શાક ભાત, બાજરીના રોટલા, બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ડુંગળી
  2. ટામેટાં
  3. ૨ ચમચીલીલા આદું, મરચાં અને લસણ ની પેસ્ટ
  4. ૫ ચમચીતેલ
  5. ૧/૨ ચમચીરાઈ જીરું
  6. ૧/૪ નાની ચમચીહિંગ
  7. લવિંગ
  8. તજ સ્ટીક
  9. તમાલ પત્ર
  10. સુકું લાલ મરચું
  11. ૩/૪ કપ સુકી તુવેર
  12. ૨ ચમચીલાલ મરચું
  13. ૧/૨ નાની ચમચીહળદર
  14. ૧ ચમચીઘાણાજીરુ
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. કોથમીર
  17. લીંબુનો રસ
  18. ૨ ચમચીસેકેલો ચણાનો લોટ
  19. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તુવેરના દાણા નવસેકા પાણીમાં ૭ થી ૮ કલાક પલાળી ને કુકરમાં ૧/૨ નાની ચમચી મીઠું નાખી ને બાફી લેવા જેમ બીજા કઠોળ બાફીએ તે રીતે અને ચારણી માં કાઢી લેવાં.
    પેનમાં તેલ ગરમ કરી રાઈ જીરું નો વઘાર કરી લવિંગ,તજ,તમાલ પત્ર, મરચું ઉમેરી વઘાર કરવો અને છેલ્લે હિંગ ઉમેરી લીલાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી.

  2. 2

    આ પેસ્ટ ૧ મિનિટ સાંતળો ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સાંતળી ને ટામેટાં ની પ્યુરી ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં બાફેલા દાણા, અને બીજા મસાલા ઉમેરીને ૧/૨ ગ્લાસ પાણી ઉમેરી ઢાંકી ને ૨-૩ મિનિટ કુક કરો. તૈયાર છે ગરમા ગરમ ટોઠા. ઉપર લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ (12)

Similar Recipes