તુવેર નાં ટોઠા(Tuver na Totha recipe in gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#કઠોળ
તુવેર નાં ટોઠા લીલું લસણ આવે ત્યારે ખાવાની ખૂબ મજા આવી જાય.. પણ આજે તુવેર નાં ટોઠા રેગ્યુલર રીતે જ પણ રગડા ની જેમ બનાવી ને બ્રેડ અને સેવ ઉસળ ની સેવ, ડુંગળી સાથે ખાવામાં ખુબ જ મજા આવી..

તુવેર નાં ટોઠા(Tuver na Totha recipe in gujarati)

#કઠોળ
તુવેર નાં ટોઠા લીલું લસણ આવે ત્યારે ખાવાની ખૂબ મજા આવી જાય.. પણ આજે તુવેર નાં ટોઠા રેગ્યુલર રીતે જ પણ રગડા ની જેમ બનાવી ને બ્રેડ અને સેવ ઉસળ ની સેવ, ડુંગળી સાથે ખાવામાં ખુબ જ મજા આવી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રણ વ્યક્તિ
  1. 1 વાટકીસુકી તુવેર
  2. 2ડુંગળી ઝીણી સમારેલી
  3. 2 ચમચીલસણની પેસ્ટ
  4. 1 ચમચીઆદુની પેસ્ટ
  5. 2લીલા મરચા
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1લીંબુનો રસ
  8. 2 ચમચીખાંડ
  9. 1તમાલપત્ર
  10. 1લાલ મરચું
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીહળદર
  13. 1 ચમચીધાણાજીરૂ
  14. 2 ચમચીસીંગદાણા નો ભુક્કો
  15. 3 ચમચીતેલ
  16. 1 ચમચીરાઈ અને જીરું
  17. 1/4 ચમચીહિંગ
  18. સ્વાદ અનુસારમીઠું
  19. 1 વાટકીસેવઉસળ ની સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેર ને દસ થી બાર કલાક માટે પલાળી ને રાખવી.. પછી કુકરમાં મીઠું અને પાણી ઉમેરી ને બાફી લો..

  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં વધાર કરો અને ડુંગળી અને લસણ ની પેસ્ટ ઉમેરો અને સારી રીતે સાંતળો.. તેમાં આદું અને બધા મસાલા નાખીને તુવેર બધું જ મિક્સ કરી લો અને.. બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ખાંડ અને લીંબુનો રસ અને સીંગદાણા નો ભુક્કો નાખવો

  3. 3

    હવે નીચે ઉતારી ને બાઉલમાં કાઢી લો અને ઉપર સેવ,ડુંગળી નાખી નેં બ્રેડ સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes