ટોઠા (Totha Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#TT2
ઠોઠા એ લીલી તુવેર અથવા સુકી તુવેર માથી બનતી મહેસાણાની પ્રસિદ્ધ વાનગી છે જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે ઠોઠા બ્રેડ કે બાજરીના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે પરંતુ મારા બાળકોને ઠોઠા ભાત સાથે પસંદ છે તેથી મેં અહીંયા અને ભાતની સાથે સર્વ કર્યા છે

ટોઠા (Totha Recipe In Gujarati)

#TT2
ઠોઠા એ લીલી તુવેર અથવા સુકી તુવેર માથી બનતી મહેસાણાની પ્રસિદ્ધ વાનગી છે જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે ઠોઠા બ્રેડ કે બાજરીના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે પરંતુ મારા બાળકોને ઠોઠા ભાત સાથે પસંદ છે તેથી મેં અહીંયા અને ભાતની સાથે સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 લોકો માટે
  1. 200 ગ્રામસુકી તુવેર (કઠોળ)
  2. 4-5 મોટા ચમચાતેલ (વઘાર માટે)
  3. 2મીડીયમ સાઇઝ ની ડુંગળી
  4. 2-મીડીયમ સાઇઝ ના ટામેટા
  5. 2-3 ચમચીકતરેલુ લસણ
  6. 2 ચમચીલીલા મરચાં ને આદુ ની પેસ્ટ
  7. 1/2 ચમચીઆમચુર પાઉડર
  8. 2-3લવીંગ
  9. 2-આખા લાલ મરચાં
  10. 1/2જીરૂ
  11. ચપટીહીંગ
  12. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  13. 1/2 ચમચીહળદર
  14. 1 ચમચીધાણાજીરુ
  15. મીઠું જરુર મુજબ
  16. 2 ચમચીચણા નો લોટ
  17. ચાટ મસાલો જરુર મુજબ
  18. 1/2 ચમચીગરમ મસાલો
  19. પાણી જરુર મુજબ
  20. 1ઝીણી સમારેલી ડુંગળી
  21. ઝીણી સમારેલી કોથમીર
  22. ઝીણી સેવ ગારનીશ કરવા

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ તુવેરને આથી છ કલાક પલાળી રાખો પછી તેને મીઠું નાખીને બાફી લો

  2. 2

    ડુંગળીને ફાઈન ચોપ કરી લો, ટામેટાની પેસ્ટ બનાવી લો, આદુ -મરચાની પેસ્ટ બનાવી લો,લસણને ઝીણુ ઝીણુ કતરી લો

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકો તેમાં તમાલપત્ર,જીરૂ, લવિંગ,આખા લાલ મરચા અને કળી પત્તા નાખીને હીંગ ઉમેરો ત્યારબાદ ચોપ કરેલી ડુંગળી ઉમેરો આ બધું બરાબર મિક્ષ કરી લો

  4. 4

    ડુંગળી લાઇટ pink થાય એટલે તેમાં કતરેલું લસણ, આદુ- મરચાની પેસ્ટ ઉમેરો મેં બરાબર ચડવા દો ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરો બધુ બરાબર મિક્ષ કરી લો તેમાં કાશ્મીરી મરચું પાઉડર, હળદર,ધાણાજીરૂ, ગરમ મસાલો, મીઠું ઉમેરો અને બેથી ત્રણ મિનિટ ચડવા દો

  5. 5

    હવે તેમાં ચણાનો લોટ ઉમેરો અને બરાબર બધું મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ બરાબર બધા મસાલા શેકાવા દો ત્યારબાદ તેમાં આમચૂર પાઉડર ઉમેરો

  6. 6

    હવે તેમાં બાફેલી તુવેરને ઉમેરો બધું બરાબર મિક્સ કરીને હલાવી લો જરૂર લાગે તો તમામ થોડું પાણી ઉમેરો અને અને પાંચથી સાત મિનિટ ચડવા દો ત્યારબાદ ટોઠા તૈયાર છે તેના પર ઝીણી સમારેલી ડુંગળી,કોથમીર અને અનેઝીણી સેવ થી ગારનીશ કરી સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal hitesh panchal
પર

Similar Recipes