ગુજરાતી તુવેર દાલ તડકા (Gujarati Tuver Dal Tadka Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીતુવેરની દાળ
  2. 2 ચમચીતેલ
  3. 1/2 ચમચીરાઈ
  4. 1/2 ચમચીજીરૂ
  5. 1/4 ચમચીહિંગ
  6. 1/4 ચમચીહળદર
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચીધાણાજીરૂ
  9. 1/4 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીગોળ
  11. 1/2 ચમચીલીંબુનો રસ
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. વઘાર માટે
  14. 1તજ
  15. 2લવિંગ
  16. 1બાદિયા
  17. 1તમાલપત્ર
  18. 1/2 ચમચીલાલ મરચુ
  19. 1 ચમચીલાલ મરચાની કટકી
  20. 1 ચમચીઝીણા સમારેલા ટામેટાં
  21. 1/4 ચમચીઆદુ
  22. લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા તુવેરની દાળને ગરમ પાણીથી ધોઇ લો. પછી દાળને કૂકરમાં નાખી તેમાં મીઠું ઉમેરી બાફી લો. પછી તેને ક્રશ કરી લો.

  2. 2

    હવે એક તપેલીમાં ક્રશ કરેલી દાળ લો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો પછી તેમાં ઉપર મુજબના બધા મસાલા ઉમેરો પછી મીઠું લીંબુ અને ગોળ ઉમેરી બે ત્રણ મિનિટ સુધી ઉકાળો.

  3. 3

    ત્યાર પછી એક તપેલીમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં તજ, લવિંગ, બાદીયા, તમાલપત્ર, લાલ મરચું નાખી. પછી તેમાં રાઈ, જીરુ અને હિંગ ઉમેરી તેમાં ઉકાળેલી દાળ ઉમેરો. ફરી બે-ત્રણ મિનીટ સુધી ઉકળવા દો.

  4. 4

    તૈયાર છે ગુજરાતી તુવેર દાળ તડકા.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes