કસાટા દૂધ પૌવા (Cassata Doodh Poha Recipe In Gujarati

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

શરદપૂર્ણિમા સ્પેશ્યિલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ થી ૩ વ્યક્તિ
  1. ૨.૫ ગ્લાસ દૂધ
  2. ૫-૬ ચમચી ખાંડ
  3. ૧ નાની ચમચીપિસ્તા કસ્ટર્ડ પાઉડર
  4. ૧ નાની ચમચીસ્ટ્રોબેરી કસ્ટર્ડ પાઉડર
  5. ૧ નાની ચમચીવેનીલા કસ્ટર્ડ પાઉડર
  6. ૧ નાની વાટકીપૌંવા
  7. ૮ થી ૧૦ નંગ કિસમિસ
  8. ૫-૬ નંગ બદામ
  9. ૫-૬ નંગ કાજુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા ૨ ગ્લાસ દૂધ લઇ તેમાં ખાંડ નાખી ઉભરો લાવી દયો.

  2. 2

    હવે પૌંવા ને ધોઈ દૂધ માં પૌંવા ઉમેરો, અને ૨ થી ૩ મિનિટ ગેસ ચાલુ રાખી પૌંવા ચડવા દો. ત્યારબાદ બધું ડ્રાયફ્રુટ સમારી દૂધ માં નાખી દો.

  3. 3

    હવે ગરમ થયેલ દૂધ ના ૩ ભાગ કરી સાઈડ માં રાખી દો.

  4. 4

    હવે ૧/૨ ગ્લાસ ઠંડુ દૂધ લઇ તેના પણ ત્રણ ભાગ કરી લો. એક ભાગ માં પિસ્તા કસ્ટર્ડ ઉમેરો. બીજા ભાગ માં સ્ટ્રોબેરી કસ્ટર્ડ ઉમેરો, અને ત્રીજા ભાગ માં વેનીલા કસ્ટર્ડ ઉમેરો.

  5. 5

    હવે ત્રણે કસ્ટર્ડ વાળા દૂધ માં જે ગરમ કર્યુ હતું એ દૂધ ત્રણે ફ્લેવર માં ઉમેરો.

  6. 6

    હવે ત્રણે ફ્લેવર ના દૂધ ૧ મિનિટ માટે ગરમ કરો. જેથી દૂધ ઘટ્ટ બની જશે.

  7. 7

    હવે દૂધ પૌંવા રૂમ ટેમ્પરેચર પર ઠંડા કરો. ત્યારબાદ ફ્રીઝ માં પણ ઠંડા કરી શકો.

  8. 8

    તો તૈયાર છે કસાટા ફ્લેવર ના ઠંડા દૂધ પૌંવા.

  9. 9

    હવે ૨ ગ્લાસ લો. તેમાં સૌથી નીચે પિસ્તા કસ્ટર્ડ પૌંવા ઉમેરો, તેની ઉપર વેનીલા કસ્ટર્ડ પૌંવા ઉમેરો, અને સૌથી ઉપર સ્ટ્રોબેરી કસ્ટર્ડ પૌંવા ઉમેરો.

  10. 10

    હવે તમે આ દૂધ પૌંવા એંજોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes