વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB1
#week1
છપ્પનભોગ ચેલેન્જ

શેર કરો

ઘટકો

25 minutes
4 persons
  1. 1 વાટકીચોખા
  2. 1/2 વાટકીતુવેર દાળ
  3. 1મીડીયમ સાઈઝ નું બટાકું
  4. 1મીડીયમ સાઈઝ નું તુરીયું
  5. 1મીડીયમ સાઈઝ નું ગાજર
  6. 1/2 વાટકીસમારેલી કોબીજ
  7. 1/2 વાટકીતુવેર ના દાણા
  8. 4 નંગલીલા મરચાં
  9. 1ઈંચ આદુ નો ટુકડો
  10. 8-10મીઠા લીમડાનાં પાન
  11. 2 નંગઇલાયચી
  12. 4 નંગલવિંગ
  13. 5 નંગમરી
  14. 1 ટુકડોતજ
  15. 1 નંગસૂકા લાલ મરચાં
  16. 1 નંગતમાલપત્ર
  17. 4 ચમચીઘી
  18. 1 ટી સ્પૂનરાઈ
  19. 1 ટી સ્પૂનજીરુ
  20. 1/4 ટી સ્પૂનહીંગ
  21. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને બરાબર ધોઈને 1/2કલાક પલાળી રાખો. અને શાકભાજી ને સમારી લેવા.

  2. 2

    એક કૂકરમાં ઘી ગરમ કરી તેમાં બધા ખડા મસાલા, રાઇ, જીરુ, લીલા મરચાં, આદુ, લીમડો અને હીંગ નો વઘાર કરવો. પછી તેમાં બટાકા,ગલકા,ગાજર, કોબીજ અને તુવેરના દાણા ઉમેરી મિક્સ કરી બરોબર મિક્સ કરી લેવું.

  3. 3

    પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ ઉમેરી બરોબર મિક્સ કરી લો. પછી તેમાં દાળ અને ચોખા ઉમેરી 1 મિનિટ સાંતળો.

  4. 4

    પછી તેમાં 3 વાટકી પાણી અને મીઠું ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે કુકર બંધ કરી 3 સીટી વગાડવી.

  5. 5

    કુકર ઠંડુ પડે પછી ગરમા ગરમ ખીચડી ને દહીં, પાપડી અને સલાડ સાથે પીરસવી.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes