દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#CB1
#week1

દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે.

દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)

#CB1
#week1

દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત
  1. ૧ કપતુવેર ની દાળ
  2. ૨ ટેબલ સ્પૂનસીંગ દાણા
  3. લોટ બાંધવા માટે
  4. ૧ કપઘઉં નો લોટ
  5. ૧/૨ ટી સ્પૂનઅજમો
  6. ૧ ટેબલ સ્પૂનબેસન
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનલાલ મરચું
  9. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  10. ૨ ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  11. જરુર મુજબ પાણી
  12. ૧/૨ ટી સ્પૂનરાઈ
  13. ૧ ટી સ્પૂનજીરું
  14. ૧/૪ ટી સ્પૂનહિંગ
  15. સૂકું લાલ મરચું
  16. -૧૦ મીઠો લીમડો
  17. ૩ ટી સ્પૂનલીંબુ નો રસ
  18. ૧ ટેબલ સ્પૂનસ્પૂન ગોળ
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. ૩ ટી સ્પૂનતેલ
  21. ૩ કપપાણી
  22. ૧ ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પહેલા કુકરમાં દાળમાં પ્રમાણસર પાણી, હળદર અને હિંગ અને સીંગદાણા નાખીને દાળને બાફવા મુકી દો. હવે એક થાળીમાં ઘઉંનો લોટ લઈ તેમા અજમો, હિંગ, હળદર, મીઠુ, લાલ મરચુ, અને એક ચમચી તેલ નાખી મધ્યમ લોટ બાંધી લો.

  2. 2

    બાફેલી દાળને બહાર કાઢી તેને વલોવી તેમા પ્રમાણસર પાણી નાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ, હિંગ, અને કડી લીમડો નાખી તતડાવો, હવે તેમાં લાલ મરચુ નાખી તરત જ બાફેલી દાળ નાખી દો. દાળ ઉકળવા દો.

  3. 3

    હવે લોટના લૂંઆ કરી તેની રોટલી વણો અને તેના કાપા પાડી તેને ઉકળતી દાળમાં નાખો. તમે ચાહો તો દાળમાં ગળપણ તરીકે ગોળ નાખી શકો છો. કુકરનું ઢાકણ બંધ કરી બે સીટી વગાડી લો. તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી દાળ ઢોકળી. ઉપરથી લીલા ધાણા નાખી ગરમા ગર્મ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Top Search in

Similar Recipes