દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ગુજરાતી ની દાળ ઢોકળી પરફેક્ટ જ હોય..
વિક દરમિયાન દાળ ભાત શાક રોટલી ખાધા હોય
એટલે બધાના ઘરે લગભગ શનિ રવિવારે દાળ ઢોકળી
વધારે બનતી હોય..
સાથે મસ્ત ઘી વાળા ભાત અને એ જ લોટ માં થી બનાવેલા થેપલા,પાપડ,કચુંબર, અથાણું અને ઠંડી છાશ... ખાવાની બહુ મજ્જા આવે..

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

ગુજરાતી ની દાળ ઢોકળી પરફેક્ટ જ હોય..
વિક દરમિયાન દાળ ભાત શાક રોટલી ખાધા હોય
એટલે બધાના ઘરે લગભગ શનિ રવિવારે દાળ ઢોકળી
વધારે બનતી હોય..
સાથે મસ્ત ઘી વાળા ભાત અને એ જ લોટ માં થી બનાવેલા થેપલા,પાપડ,કચુંબર, અથાણું અને ઠંડી છાશ... ખાવાની બહુ મજ્જા આવે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. લોટ બાંધવા માટે
  2. ૨ બાઉલ ઘઉં નો લોટ
  3. ૨ ચમચા તેલ મોણ માટે
  4. ૧ મરચું પાઉડરચમચો
  5. ૧ ચમચો ધાણાજીરૂ
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીઅજમો
  8. મીઠું પ્રમાણસર
  9. લોટ બાંધવા પાણી
  10. થેપલા શેકવા જરૂર મુજબ તેલ
  11. કચુંબર માટે
  12. ડૂંગળી રીંગ માં કાપેલી
  13. કાકડી ગોળ કાપેલી
  14. ૧ ચમચીચાટ મસાલો
  15. ૧ નંગશેકેલો પાપડ
  16. જરુર પ્રમાણે અથાણું
  17. ભાત માટે
  18. ૧ કપચોખા
  19. ૧ ચમચીમીઠું જીરું મિક્સ
  20. ચમચો ગાય નું ચોક્ખું ઘી
  21. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લોટ માં બધા મસાલા અને મોણ એડ કરી મોય લેવો અને જરૂર મુજબ પાણી એડ કરી પરોઠા જેવો લોટ બાંધી rest આપવો.

  2. 2
  3. 3

    Rest બાદ લોટ ને કેળવી ને મોટા લુઆ બનાવી લેવા..મોટો રોટલો વણી તવી પર કાચા પાકા કોરા શેકી લઇ ચોરસ કે ડાયમંડ શેપ માં કાપી લેવા.

  4. 4
  5. 5

    ગુજરાતી દાળ બનાવી લેવી.. આગળ રેસિપી મૂકી છે..

  6. 6

    દાળ ઉકળે એટલે ઢોકળી ના પીસ એમાં નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ૩ સિટી વગાડી લેવી.. ઢોકળી ચડી ગઈ હશે.

  7. 7
  8. 8

    વધેલા લોટ માંથી થેપલા બનાવી લેવા..

  9. 9

    ચોખા ને ૨-૩ વાર ધોઈ,માપસર નું પાણી મૂકી, મીઠું,ઘી અને જીરું નાખી બનાવી લેવા.

  10. 10

    ગરમી ની સીઝન માં ડુંગળી ખાવી સારી..તો ડુંગળી અને કાકડી ના પતિકા કરી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેવો.

  11. 11

    બપોર ના ભોજન માં મસાલા છાશ તો હોય જ..છાશ બનાવી ફ્રીઝ માં ઠંડી કરવા મૂકવી..જમતી વખતે ઠંડી છાશ સંતોષ આપે.

  12. 12

    તો,દાળ ઢોકળી,ભાત,થેપલા, કચુંબર, ગુંદા નું અથાણું, પાપડ અને છાશ તૈયાર છે.થાળી પીરસી લો અને ઘરના બધા સાથે બેસી ને જમવાનો આનંદ માણો..

  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Similar Recipes