સોજી ના સેન્ડવિચ ઢોકળા (Sooji Sandwich Dhokla Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#CB2
Week2

શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 નાનો બાઉલ સોજી
  2. 2 ટી સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  3. 1નાનું જીણું સમારેલું લીલું મરચું
  4. 1 ટી સ્પૂન કોથમીર
  5. 1 પેકેટઈનો
  6. 1 નાનો બાઉલ દહીં
  7. 1 નાની વાટકીકોથમીર મરચા ની ચટણી
  8. વઘાર માટે :
  9. 3 ટી સ્પૂન તેલ
  10. 1 ટી સ્પૂનરાઈ
  11. 2 ટી સ્પૂન તલ
  12. 1/8 ટી સ્પૂનહિંગ
  13. 1/8 ટી સ્પૂનલાલ મરચું
  14. કોથમીર (optional)
  15. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સોજી ને 15 મિનિટ માટે ગરમ કરેલા દહીં માં પલાળી રાખવી. ત્યારબાદ તેમાં મીઠું, આદુ લસણની પેસ્ટ, લીલું મરચું ઝીણું સમારેલું, કોથમીર ઉમેરી હલાવી લેવું.

  2. 2

    થાળી ને ગ્રીસ કરી ને સ્ટીમર માં મૂકવી. તે દરમ્યાન ખીરા માં ઈનો ઉમેરી ઉપર થી થોડું ગરમ પાણી રેડી હલાવી લેવું. હવે થાળી માં ખીરું પાથરી 5 મિનિટ માટે સ્ટીમર માં મૂકવું.

  3. 3

    5 મિનિટ પછી થાળી કાઢી તેની ઉપર લીલી ચટણી લગાવી ફરીથી ઉપર ખીરું રેડી 5 મિનિટ માટે ફરી સ્ટીમર માં મૂકી દેવું. તે થઈ જાય અને થોડું ઠંડું પડે એટલે કાપા કરી લેવા.

  4. 4

    કડાઈ માં તેલ મૂકી રાઈ ઉમેરી તે તતડે એટલે હિંગ, મરચું અને તલ ઉમેરી ઢોકળા ના ટુકડા ઉમેરી હલાવી લેવા. ગરમ ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes